Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1161

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1161

Language
Gujarati

1161

વિવેચન–૭૪૮, ૭૪૯
આત્મા જ, બીજું કોઈ નહીં, શું કહે છે? નરકની વૈતરણી નામે નદી છે તેથી મહા અનર્થપણાથી નરક નદીવત્‌ છે. તેથી આત્મા જ કૂટની જેમ જંતુ યાતના હેતુત્વથી શાલ્મલી એટલે નરકોદ્ભવ કૂટશાલ્મલી છે. તથા આત્મા જ કામ - અભિલાષાને અર્થાત્‌ કામિત અર્થને પ્રાપકતાથી પૂરા કરે છે. કામદૂધા ગાયની જેમ. આ રૂઢિથી કહેલ છે, આ ઉપમાપણું અભિલષિત સ્વર્ગ અને અપ્‌વર્ગની પ્રાપ્તિના હેતુપણે છે. મારો આત્મા જ નંદન નામે વન છે. આ ઉપમા ચિત્તનો પ્રહ્લાદ હેતુપણાથી છે.
જો આમ છે, તો કહે છે – આત્મા જ દુઃખ કે સુખનો વિધાતા છે અને આત્મા જ આત્માનો વિક્ષેપક છે. આત્મા જ ઉપકારીપણાથી મિત્ર છે અને અપકારીયપણાથી અમિત્ર છે. કેવો થઈને? દુષ્ટ પ્રવૃત્ત કે દુરાચાર વિધાતા અને સુષ્ઠુ પ્રસ્થિત તે સદનુષ્ઠાનના કર્તાપણાથી દુષ્પ્રસ્થિત આત્મા જ સમસ્ત દુઃખ હેતુથી વૈતરણી આદિ રૂપ અને સુપ્રસ્થિત આત્મા જ સર્વે સુખના હેતુથી કામધેનુ આદિ સમાન છે. તથા પ્રવ્રજ્યા અવસ્થામાં જ સુપ્રસ્થિતપણાથી પોતાના અને બીજાના યોગકરણના સમર્થપણાથી નાથત્વ છે, તેમ જાણવું. હવે બીજી રીતે અનાથત્વ કહે છે–

Linked texts (2)