Uttarajjhayana 1162
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1162
- Language
- Gujarati
1162
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૫૦ થી ૭૬૨ [૨૦/૭૫૦ થી ૭૬૨]
[૭૫૦] હે રાજન્! એક બીજી પણ અનાથતા છે. શાંત અને એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો. એવા ઘણાં કાયરો હોય છે, જે નિર્ગ્રન્થ ધર્મ પામીને પણ સીદાય છે.
[૭૫૧] જે મહાવ્રતોને સ્વીકારીને પ્રમાદના કારણે તેનું સમ્યક્ પાલન કરતા નથી. આત્માનો નિગ્રહ કરતા નથી. રસોમાં આસક્ત છે, તે મૂળથી રાગદ્વેષ રૂપ બંધનોનો ઉચ્છેદ કરી શકતા નથી.
[૭૫૨] જેની ઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉચ્ચાર, પ્રસ્રવણના પરિષ્ઠાનમાં આયુક્તતા નથી, તે એ માર્ગનું અનુગમન કરી શકતા નથી, કે જે માર્ગ વીરયાત છે.
[૭૫૩] જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે, તપ અને નિયમોથી ભ્રષ્ટ છે, તે લાંબા કાળ સુધી મુંડરુચિ રહીને અને આત્માને કષ્ટ દઈને પણ તેઓ સંસારથી પાર પામી શકતા નથી.
[૭૫૪] જે પોલી મુઠ્ઠીની માફક નિસ્સાર છે, ખોટા સિક્કા માફક અપ્રમાણિત છે, વૈડૂર્ય માફક ચમકનારા તુચ્છ કાચમણિ છે, તેઓ જાણનારા - પરીક્ષકોની દૃષ્ટિમાં મૂલ્યહીન છે.
[૭૫૫] જે કુશીલલિંગ, ઋષિધ્વજ - રજોહરણાદિ ચિહ્નને ધારણ કરી જીવિકા ચલાવે છે, અસંયત હોવા છતાં પણ પોતાને સંયત કહે છે, તે લાંબા કાળ માટે વિનાશને પ્રાપ્ત થાય છે.
[૭૫૬] પીવાયેલ કાલકૂટ વિષ, ઉલટું પકડેલ શસ્ત્ર, અનિયંત્રિત વેતાલ જેવા વિનાશકારી હોય છે, તેમ જ વિષયવિકાર યુક્ત ધર્મ પણ વિનાશકારી થાય છે.
[૭૫૭] જે લક્ષણ અને સ્વપ્નવિદ્યાનો પ્રયોગ કરે છે, નિમિત્ત શાસ્ત્ર અને કૌતુક કાર્યમાં અત્યંત આસક્ત છે, કુહેટ વિદ્યાઓથી જીવિકા ચલાવે છે, તે કર્મફળ ભોગ સમયે કોઈનું શરણ પામી શકતા નથી.
[૭૫૮] તે શીલ રહિત સાધુ પોતાના તીવ્ર અજ્ઞાનના કારણે વિપરીત દૃષ્ટિને પ્રાપ્ત થાય છે. ફલતઃ અસાધુ પ્રકૃતિવાળા તે સાધુ મુનિધર્મની વિરાધના કરી સતત દુઃખી થઈ નરક તિર્યંચ ગતિમાં આવ-જા કરે છે.
[૭૫૯] જે ઔદ્દેશિક, ક્રીત, નિયાગ આદિ રૂપે અલ્પ પણ અનેષણીય આહાર છોડતો નથી, તે અગ્નિ માફક સર્વભક્ષી ભિક્ષ પાપકર્મ કરીને અહીંથી મરીને દુર્ગતિમાં જાય છે.
[૭૬૦] સ્વયંની દુષ્પ્રવૃત્તિ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર શત્રુ પણ કરી શકતા નથી. ઉક્ત તથ્યને સંયમહીન મનુષ્ય મૃત્યુની ક્ષણોમાં પશ્ચાત્તાપ કરતા-કરતા જાણી શકશે.
[૭૬૧] જે ઉત્તમાર્થમાં વિપરીત દૃષ્ટિ રાખે છે, તેની શ્રામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. તેના માટે આ લોક નથી, પરલોક પણ નથી. બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાથી તે ઉભય ભ્રષ્ટ નિરંતર ચિંતામાં ઝુઝે છે.
[૭૬૨] આ પ્રકારે સ્વચ્છંદ અને કુશીલ સાધુ પણ જિનોત્તમ માર્ગની વિરાધના કરીને એ જ રીતે પરિતાપ કરે છે, જે રીતે ભોગાસક્ત થઈને નિરર્થક શોક કરનારી કુરરી પરિતાપને પ્રાપ્ત થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit