Uttarajjhayana 1163
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1163
- Language
- Gujarati
1163
વિવેચન–૭૫૦ થી ૭૬૨
અનંતર જ કહેવાનાર બીજી પણ અનાથતા - અસ્વામીતા, કે જેના અભાવે હું ‘નાથ’ થયો, તે કહે છે – હે રાજન્! તે અનાથતાને તું એકાગ્ર મનથી સ્થિર થઈને સાંભળ. તે કઈ છે? નિર્ગ્રન્થોનો ધર્મ-આચાર, તે પામવા છતાં પણ તેના અનુષ્ઠાન પ્રત્યે શિથીલ થાય છે. કેટલાંક કાયર - નિઃસત્વી લોકો. જે સર્વથા નિઃસત્ય છે તે મૂળથી જ નિર્ગ્રન્થ માર્ગને સ્વીકારેલ નથી, એમ કહે છે. અથવા આવા નિઃસત્વો સીદાતા પોતાનું કે બીજાનું રક્ષણ કરવાને માટે સમર્થ થતાં નથી. આ સીદાવા લક્ષણ રૂપ બીજી અનાથતા છે.
સીદાતા એવાની જ અનેક પ્રકારે સ્વરૂપ અનુવાદથી ફળદર્શક સ્પષ્ટતા કરતાં કહે છે – જેઓ નિદ્રાદિથી અનિગૃહીત - અવિદ્યમાન વિષય નિયંત્રણ આત્મા તે અનિગ્રહાત્મા. તેથી જ મધુરાદિ રસમાં ગૃદ્ધિમાન તેના વડે કર્મ બાંધે છે, તે રાગ-દ્વેષ રૂપ બંધન.
આયુક્તતા - ઉપયોગ પૂર્વક સ્વલ્પ પણ, ઉપકરણને લેતા કે મૂકતા જુગુપ્સા કરે છે. અહીં ઉચ્ચારાદિના સંયમ અનુપયોગિતાથી જુગુપ્સાથી પરઠવવા વિષયક જુગુપ્સા કહી. તે આ પ્રકારે કેમ કહી? કેમકે તે વીર વડે યાત - અનુગમન કરાતો માર્ગ છે. કયો માર્ગ? સમ્યગ્ દર્શનાદિ.
લાંબા કાળના મુંડ હોય તે માત્ર કેશને જ દૂર કરે છે, બાકીના અનુષ્ઠાનથી પરાંગ્મુખપણાથી રુચિ જેને છે, તે મુંડરુચિ. અસ્થિર વ્રત-વાળો, ઉક્ત રૂપ તપો નિયમથી ભ્રષ્ટ, આત્માને કલેશ પમાડવા જ લોચ કરે છે. પણ તે પર્યન્તગામી થતો નથી. સંપરાય - જીવો ઘણું ભ્રમણ કરે છે, તે સંસાર, (અર્થાત્ આવો મુંડ સંસારમાં જ ભ્રમણ કરે છે.) જે પોલી મુઠ્ઠીની માફક નિઃસાર છે. આ અસારત્વ - બંને રીતે સદ્અર્થની શૂન્યતાથી છે, તે ખોટા સિક્કાની માફક અપ્રમાણિત છે. જેમ કોઈ કૂટપણાથી નિયંત્રિત થાય છે. તેમ આ પણ અવિનીતતાથી ઉપેક્ષણીય પણે છે. કાચનો મણિ વૈડૂર્યવત્ પ્રકાશે છે, પણ વૈડૂર્યમણિ સમાન અમહાર્ધક-મૂલ્યવાન થતો નથી. છતાં મુગ્ધજન છેતરાય છે.
કુશીલ લિંગ - પાર્શ્વસ્થાદિ વેશ, આ જન્મમાં મુનિચિહ્ન-રજોહરણાદિ ધારીને જીવિકાને માટે અર્થાત્ અસંયમ જીવિતને નિર્વહણા ઉપાય રૂપે પોષે છે. તેથી તે અસંયત જ થઈ સંયત આત્માનો અપલાપ કરે છે. સંયતલાભ - સ્વર્ગ કે અપ્વર્ગની પ્રાપ્તિરૂપ મને થશે તેમ માને છે પણ તે તેને વિવિધ અભિધાન રૂપ થાય છે. થોડા કાળમાં નરકાદિ ગતિ પામે છે.
અહીં હેતુ કહે છે – જેમ કાલકૂટ ઝેર પીનારો હણાય છે. શસ્ત્ર પણ ખોટી રીતે ગ્રહણ કરાય તો હણે છે. આ વિષાદિવત્ યતિધર્મ પણ જો શબ્દાદિ વિષયુક્ત હોય તો હણે છે. કેમકે દુર્ગતિમાં પડવાનો હેતુ છે. તે વૈતાલની જેમ મંત્રાદિ વડે અનિયંત્રિત છે.
જે લક્ષણ અને સ્વપ્નના ફળને પ્રયોજે. ભૌમાદિ નિમિત્ત અને અપત્ય આદિ અર્થકૌતુક કરે. તે પ્રવૃત્તિમાં અતિ આસક્ત રહે, કુહંટ વિદ્યા - ખોટા આશ્ચર્ય પમાડનારી મંત્ર તંત્ર જ્ઞાન રૂપ વિદ્યાને પ્રયોજે છે, તે કર્મ બંધના હેતુપણાથી આશ્રયદ્વાર વડે જીવિત રહે છે. તેઓ શરણ - દુષ્કૃતમાં રક્ષા કરવા સમર્થ થતાં નથી. ક્યારે? તે કર્મના ફળના ઉપભોગ કાળમાં. આ જ અર્થને જ ભાવિત કરતાં કહે છે –
અતિ મિથ્યાત્વથી ઉપહતતાથી, પ્રકૃષ્ટ અજ્ઞાનથી જ અશીલને પ્રાપ્ત થઈ, સદા વિરાધના જનિત દુઃખથી જ તત્ત્વાદિમાં વિપરીતતાને પામે છે. તેનાથી સતત નરક અને તિર્યંચ યોનિમાં જાય છે. ચારિત્રને વિરાધીને તત્ત્વથી અયતિ સ્વભાવવાળો થાય, આ રીતે વિરાધનાનું અનુબંધ ફળ કહ્યું.
કઈ રીતે મુનિપણું વિરાધીને, કઈ રીતે નરકાદિ ગતિમાં જાય, તે ઔદ્દેશિક આદિ દોષો સેવે છે. તેમાં ખરીદવું તે ક્રીત, નિર્વર્તિત તે કૃત, નિત્યાગ એટલે નિત્યપિંડ, અર્થાત્ અપ્રાસૂકને ભક્ષણ કરવાના સ્વભાવવાળો અગ્નિ માફક સર્વભક્ષી થઈને પાપ કરે છે પછી કુગતિમાં જાય છે.
જેથી એ પ્રમાણે દુશ્ચરિતથી જ દુર્ગતિની પ્રાપ્તિ છે, તેથી કહે છે કે – પોતાની જ જે દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ જે અનર્થ કર છે, તે ગળું કાપનાર - પ્રાણહર્તા શત્રુ પણ નથી કરતા, પણ અત્યંત અમૂઢતાથી આને આચરવા છતાં જીવો જાણતા નથી. તો શું ઉત્તરકાળે પણ ન જાણે? તે દુરાત્મા કર્તા જ્યારે મરણ સમય આવે ત્યારે જાણે છે. કઈ રીતે? પશ્ચાત્તાપ વડે કે - ‘મેં આ ખોટું કર્યું.’ દયા એટલે સંયમ, સત્ય કે અહિંસા રહિત થઈને મરણ સમયમાં પ્રાયઃ અતિ મંદ ધર્મીને પણ ધર્માભિપ્રાયની ઉત્પત્તિ થાય તેથી આવું કથન છે. જેથી આ મહાન્ અનર્થનો હેતુ અને પશ્ચાત્તાપનો હેતુ છે, તે કારણથી દુષ્ટાચાર પ્રવૃત્તિને પહેલાંથી જ મૂઢતા તજીને તે દુરાત્માનો પરિહાર કરવો જોઈએ.
જે મૃત્યુના મુખમાં પડવા છતાં પણ તેને જાણતો નથી, તેના વિશે તો કહેવાનું જ શું હોય? નિરર્થક - નિષ્ફળ જ છે, શું? નગ્નતામાં અર્થાત્ શ્રામણ્યમાં રુચિ. જે ઉત્તમાર્થ - પર્યન્ત સમયની આરાધનામાં પણ, દુષ્ટાચાર પ્રવૃત્તિ હોવા છતાં પણ સુંદર આચાર પ્રવૃત્તિ રૂપ પરિજ્ઞાન પામતા નથી. - X - X - તેને આ પ્રત્યક્ષ લોક વિદ્યમાન નથી. એટલું જ નહીં, પરલોક - જન્માંતર રૂપ પણ વિદ્યમાન નથી. તેમાં આ લોકનો અભાવ કેમ? શરીરના ક્લેશના હેતુથી જ લોચાદિ કરે છે. પરલોકનો અભાવ - કુગતિમાં જવાથી શારીરિક માનસિક દુઃખના સંભવથી નાશ પામે છે. તેથી આ લોક અને પરલોક બંનેના અર્થનો અભાવ થાય છે.
તે આલોક અને પરલોકમાં અર્થ સંપત્તિવાળા લોકોને જોઈને વિચારે છે કે – ‘ધિક્કાર છે મને કે હું અપુન્યભાગી છું, ઉભયથી ભ્રષ્ટ થયો છું.’ આ ચિંતાથી તે ક્ષીણ થાય છે.
જે કહ્યું કે – ‘પછીથી અનુતાપ વડે જાણે છે’ તેમાં આ જે રીતે પરિતાપ પામે છે તેને દર્શાવતા ઉપસંહારમાં કહે છે – એ પ્રમાણે મહાવ્રતને સ્પર્શાદિ ન કરીને સ્વરુચિ વિરચિત આચાર અને કુત્સિત શીલાદિ રૂપ સ્વભાવથી કુરરી - એક પાક્ષિણી, તેની જેમ નિષ્પ્રયોજન શોક કરતાં પશ્ચાત્તાપ રૂપને પામે છે. જેમ માંસ ગૃદ્ધ પક્ષી માર્ગમાં વિપત્તિ પામીને પસ્તાય છે, આનો વિપત્તિનો કોઈ પ્રતિકાર નથી. એ પ્રમાણે આ પણ ભોગરસ ગૃદ્ધ આલોક અને પરલોકમાં અનર્થ પ્રાપ્ત થતાં પસ્તાય છે. સ્વ-પર પરિત્રાણના અસમર્થપણાથી અનાથત્વ કહ્યું.
આ સાંભળીને જે કરવું જોઈએ તેનો ઉપદેશ આપે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati