Pramāṇa · Search · About · API

Uttarajjhayana 117

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 117

Language
Gujarati

117

વિવેચન–૩૩
ઘણો દૂર ઉભા ન રહે, ત્યાં જવા-આવવાનો પ્રસંગ અને એષણાની અશુદ્ધિ સંભવે છે. અતિ નિકટના ભૂભાગમાં ન ઉભા રહે. ત્યાં પૂર્વે આવેલા ભિક્ષુને અપ્રીતિ થાય. બીજા ગૃહસ્થોના દૃષ્ટિપથમાં ન ઉભા રહે. પણ એકાંત પ્રદેશમાં જ્યાં ગૃહસ્થ ન જાણે કે આ ભિક્ષુના નિષ્ક્રમણની પ્રતીક્ષા કરે છે. પૂર્વે પ્રવેશેલ ઉપર દ્વેષ રહિત રહે અને ભોજન નિમિત્તે તેમને ઉલ્લંઘીને ન જાય. તેમાં પણ તેને અપ્રીતિ, અપ્‌વાદ આદિ સંભવે છે. અહીં મિત કાળથી ભોજન કરે, પણ ફરી ભિક્ષાટનનું વિધાન ગ્લાનાદિ નિમિત્તે અથવા પોતાને ક્ષુધા વેદનીય સહન ન થવાથી ફરી ભ્રમણ પણ દોષને માટે ન થાય, તે જણાવે છે. - X - ફરી તેમાંની જ વિધિ કહે છે –

Linked texts (2)