Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1170

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1170

Language
Gujarati

1170

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૬૬ થી ૭૬૯ [૨૦/૭૬૬ થી ૭૬૯]
[૭૬૬] રાજા શ્રેણિક સંતુષ્ટ થયો અને હાથ જોડીને બોલ્યો –ભગવન્‌! અનાથનું યથાર્થ સ્વરૂપ આપે મને સારી રીતે સમજાવ્યું.
[૭૬૭] હે મહર્ષિ! તમારો મનુષ્ય જન્મ સફળ છે, ઉપલબ્ધિઓ સફળ છે. તમે સનાથ અને સબાંધવ છો. કેમકે તમે જિનેશ્વરના માર્ગે સ્થિત છો.
[૭૬૮] હે સંયત! તમે અનાથોના નાથ છો, બધાં જીવોના નાથ છો. હે મહાભાગ! હું તમારી ક્ષમા ચાહું છું. હું તમારાથી અનુ-શાસિત થવાની ઈચ્છા રાખું છું.
[૭૬૯] મેં તમને પ્રશ્ન કરીને જે ધ્યાનમાં વિઘ્ન કર્યું અને ભોગોને માટે નિમંત્રણ આપ્યું. તે બધાં માટે ક્ષમા કરો.

Linked texts (1)