Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1175

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1175

Language
Gujarati

1175

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૩૦, ૪૩૧ + વિવેચન [૨૧/નિર્યુક્તિ-૪૩૦, ૪૩૧ + વિવેચન]
સમુદ્ર વડે પાલિત તેનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો કરવો ઈત્યાદિ બધું પૂર્વવત્‌ કહેવું. ભાવથી સમુદ્રપાલ એ નામ કર્મને વેદતો તે, તેનાથી આ સમુદ્રપાલ અધ્યયન આવેલ છે. સમુદ્ર વડે પાલિત એ વ્યુત્પત્તિને જણાવવા માટે કહેલ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, તે સૂત્ર તો થાય, તેથી સૂત્ર કહે છે –

Linked texts (1)