Uttarajjhayana 1176
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1176
- Language
- Gujarati
1176
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૭૩ થી ૭૮૨ [૨૧/૭૭૩ થી ૭૮૨]
[૭૭૩] ચંપા નગરીમાં ‘પાલિત’ નામે એક વણિક શ્રાવક હતો. તે મહાત્મા ભગવંત મહાવીરનો શિષ્ય હતો.
[૭૭૪] તે શ્રાવક નિર્ગ્રન્થ પ્રવચનનો વિશિષ્ટ વિદ્વાન હતો. એક વખત પોત જહાજથી વ્યાપાર કરતો તે પિહુંડ નગરમાં આવ્યો.
[૭૭૫] પિહુંડ નગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વેપારીએ પોતાની પુત્રી પરણાવી. થોડા સમય પછી ગર્ભવતી પત્નીને લઈને સ્વદેશ ચાલ્યો.
[૭૭૬] પાલિતની પત્નીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આપ્યો. તેનો જન્મ સમુદ્રમાં થવાથી તેનું નામ ‘સમુદ્રપાલ’ રાખ્યું.
[૭૭૭] તે શ્રાવક સકુશલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યો. તે સુકુમાર બાળક તેના ઘરમાં આનંદથી મોટો થવા લાગ્યો.
[૭૭૮] તે બાળકે બોંતેર કળા શીખી, તે નીતિ નિપુણ થઈ ગયો. યુવાવસ્થાથી સંપન્ન થયો ત્યારે બધાંને સુંદર અને પ્રિય લાગવા માંડ્યો.
[૭૭૯] પિતાએ તેના માટે ‘રૂપિણી’ નામની સુંદર પત્ની લાવી આપી. તે પોતાની પત્ની સાથે દોગુંદક દેવવત્ સુરમ્ય પ્રાસાદમાં ક્રીડા કરવા લાગ્યો.
[૭૮૦] કોઈ સમયે તે પ્રાસાદના ઝરૂખામાં બેઠો હતો. વધ્યજન ઉચિત આભૂષણોથી યુક્ત વધ્યને વધ્યસ્થાને લઈ જવાતો જોયો.
[૭૮૧] તેને જોઈને સંવેગ પ્રાપ્ત સમુદ્રપાલે મનમાં આ પ્રમાણે કહ્યું – ખેદની વાત છે કે - આ અશુભ કર્મોનું દુઃખદ પરિણામ છે.
[૭૮૨] આ પ્રમાણે ચિંતન કરતા તે મહાન્ આત્મા સંવેગ પામીને સંબુદ્ધ થઈ ગયા. માતા-પિતાને પૂછીને તેણે અનગારિતા દીક્ષા ગ્રહણ કરી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit