Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1177

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1177

Language
Gujarati

1177

વિવેચન–૭૭૩ થી ૭૮૨
દશ સૂત્રો કહ્યા. તેની કિંચિત્‌ વ્યાખ્ય કરતાં કહે છે – ચંપા નામની નગરીમાં પાલિત નામે સાર્થવાહ શ્રાવક હતો. તે વણિક જાતિનો હતો. ભગવંત મહાવીરનો શિષ્ય હતો. તે પ્રશસ્ય આત્મા હતો. તે કેવો હતો? નિર્ગ્રન્થ સંબંધી પ્રવચનમાં શ્રાવક એવો તે પાલિત પંડિત હતો. જીવાદિ પદાર્થનો જ્ઞાતા હતો. પ્રવહણ વડે વ્યાપાર કરતો પિહુંડ નામે નગરે આવ્યો.
તે પિહુંડ નગરમાં વ્યાપાર કરતો હતો ત્યારે તેના ગુણોથી આકર્ષાઈને કોઈ વણિકે તેને પોતાની પુત્રી પરણાવી. તે ત્યાં કેટલોક કાળ રહ્યો. પોતાની પત્નીને ગર્ભવતી જાણીને સ્વદેશ પ્રતિ પાછો ચાલ્યો આવતો હતો ત્યારે તેની પત્નીએ સમુદ્રમાં બાળકનો પ્રસવ કર્યો. તે સમુદ્રમાં પ્રસવ પામ્યો તેથી તેનું સમુદ્રપાલ નામ આપ્યું. અનુક્રમે સુખપૂર્વક તે વણિક ઘેર પહોંચ્યો. પોતાના ઘેર તે બાળકને ઉછેરવા લાગ્યા. તે બાળક સુકુમાર થયો.
બાળક મોટો થતાં કળા ગ્રહણને યોગ્ય જાણી તે ૭૨ કળા શીખ્યો. પછી નીતિનો જ્ઞાતા થયો. યૌવનથી પરિપૂર્ણ શરીરી થતાં તે સુરૂપ અને પ્રિયદર્શનપણાથી બધાંને આનંદદાતા થયો. તેની પરણવાની યોગ્યતા જાણીને રૂપવતી એવી પત્ની તથાવિધ કુળમાંથી પાલિતે લાવીને પરણાવી.
તે બંને પ્રાસાદમાં રમણ કરતાં હતા. કેવી રીતે? દોગુંદક દેવની જેમ. કોઈ દિવસે ત્યાંથી અવલોકન કરતાં કોઈ વધ્ય પુરુષને વધ્યાનુરૂપ આભૂષણોથી યુક્ત કરીને વધને માટે નગરના બહારના પ્રદેશે લઈ જવાતો જોયો.
તે પ્રમાણે વધ્યને જોઈને તેને સંસારથી વૈમુખ્યતા ઉત્પન્ન થઈ. મુક્તિનો અભિલાષ થયો. તે બોલ્યો – પાપ અનુષ્ઠાન જન્ય અશુભ કર્મોનું આ પ્રત્યક્ષ ફળ છે. એમ વિચારતા બોધ પામ્યો. તે જ પ્રાસાદમાં બેઠાબેઠા તે પ્રકૃષ્ટ સંવેગ પામતા, માતા-પિતાને પૂછીને અણગારીક દીક્ષા લીધી.
હવે અનુવાદ જ છે તો પણ સ્પષ્ટતા હેતુ વ્યાખ્યાંગને જણાવતા ઉક્ત અર્થનો જ અનુવાદ કરતાં નિર્યુક્તિકારશ્રી કહે છે –

Linked texts (2)