Uttarajjhayana 1178
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1178
- Language
- Gujarati
1178
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૩૨ થી ૪૪૨ + વિવેચન [૨૧/નિર્યુક્તિ-૪૩૨ થી ૪૪૨ + વિવેચન]
ચંપામાં પાલિત નામે સાર્થવાહ હતો. તે ક્ષીણમોહી વીરવર ભગવંતનો શિષ્ય હતો. કોઈ દિવસે તે પાલિત સમુદ્ર જહાજથી ગણિમ અને ધરિમ ભરીને નીકળ્યો. તે પિહુંડ નામના નગરે પહોંચ્યો. ત્યાં પિહુંડ નગરમાં વ્યાપાર કરતા ત્યાં કોઈ વણિકે તેની પુત્રી પરણાવી. ત્યાંથી પત્નીને લઈને તે સ્વદેશ આવવા માટે નીકળ્યો. તે સાર્થવાહ પત્નીએ સમુદ્ર મધ્યે પુત્રને જન્મ આપ્યો. તે સર્વાંગથી પ્રિયદર્શન અને સમુદ્રપાલ નામે હતો. ક્ષેમપૂર્વક તે પાલિત શ્રાવક પોતાના ઘેર પહોંચ્યો.
પાંચ ધાત્રી વડે પરિપાલિત કરાતો તે સમુદ્રપાલ મોટો થવા લાગ્યો. બોંતેર કળા શીખ્યો. નીતિ કોવિદ થયો. તે યૌવન પામતા અધિક પ્રિયદર્શન થયો. ત્યારે તેના પિતાએ તે રૂપિણી નામે કન્યા પરણાવી. તે કન્યા ચોંસઠ ગુણથી યુક્ત અને દેવાંગના સદૃશ રૂપવાળી હતી. તે રૂપિણી સાથે દોગુંદક દેવની જેમ ભવન પુંડરિકમાં ક્રીડા કરતો હતો. નિત્ય કિંકરોથી પરિવરેલો રહેતો.
કોઈ દિવસે પોતાની પત્ની સહિત ઝરુખામાં બેઠો હતો ત્યારે તેણે લોકો વડે કોઈ વધ્ય પુરુષને લઈ જવાતો જોયો. તે સંજ્ઞ જ્ઞાનથી બોલ્યો અને સંસારના દુઃખોથી ભયભીત થયો. આ પાપક તેના જ પાપકર્મોથી લઈ જવાય છે તે ઐશ્વર્યવાન્ બોધ પામ્યો. અનુત્તર સંવેગને પ્રાપ્ત થયો. પોતાના પિતાને પૂછીને તે યશોકીર્તિએ નિષ્ક્રમણ કર્યું. આ નિર્યુક્તિઓ વ્યાખ્યાત જ છે. વિશેષ આ –
વીરવર - નામથી બીજા પણ વીરો સંભવે છે, તે ભાવથી પણ વીર હતો તેથી વર શબ્દ લીધો. આના વડે ભગવંતની સમકાળતા પણ દર્શાવી. ગણિમ - સોપારી આદિ. ધરિમ - સુવર્ણ આદિ. પ્રિયદર્શન - સર્વજન વડે અભિમત અવલોકન. દસદ્ધ - પાંચ ધાત્રીઓ - દૂધ, સ્નાન, મંડન, ક્રીડન અને અંક નામની. - X - X - X -
ચોંસઠ ગુણો - અશ્વ શિક્ષાદિ આઠ કળા રહિત. કલા જ અપર નામે વિજ્ઞાન કહેવાય છે. ભવનપુંડરિક - પ્રધાન ભવન. અહીં પુંડરિક શબ્દ પ્રશંસાવાચી છે. સેંકડો અવિવેકી જનોથી અનુગમન કરાતા વધ્ય પુરુષને લઈ જવાતો જોયો. સંજ્ઞી - સમ્યગ્દૃષ્ટિ. ભીત - ત્રસ્ત. નિકૃષ્ટ પાપહેતુ ચોરી આદિ અનુષ્ઠાનોથી આ પાપનું ફળ છે. આ ચોરને જે પાપકર્મોનું અનિષ્ટ ફળ મળે છે તેવું ફળ મને પણ મળે. ૦ હવે દીક્ષા લઈને તેણે શું કર્યું?