Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1180

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1180

Language
Gujarati

1180

વિવેચન–૭૮૩ થી ૭૮૫
તેરે સૂત્રો પ્રાયઃ સુગમ જ છે. વિશેષ આ પ્રમાણે – સત્‌ ગ્રન્થને તજીને સ્વજનાદિ પ્રતિબંધ રૂપ સંગને તજીને, જેનાથી કે જેમાં મહા ક્લેશ છે, થાય છે તે મહાન્‌ મોહ-આસક્તિ જેમાં છે, તથાવિધ કૃત્સ્ન કે કૃષ્ણ લેશ્યા પરિણામ હેતુત્વથી મહાક્લેશાદિ રૂપત્વથી વિવેકીને ભયાવહ છે. પર્યાય - પ્રવ્રજ્યા પર્યાય. તેમાં ધર્મ તે પર્યાય ધર્મ. પછી અભિરોચિતવાન્‌ - તે અનુષ્ઠાન વિષયા પ્રીતિ કૃતવાન્‌. - X - X -
અથવા આત્માને જ આ પ્રમાણે અનુશાસિત કરે છે - જેમકે હે આત્મન્‌! સંગ ત્યજીને પ્રવ્રજ્યા ધર્મ આપને અભિરુચે છે. એ પ્રમાણે ઉત્તરક્રિયામાં પણ યથાસંભવ ભાવના કરવી.
પ્રવ્રજ્યા પર્યાય ધર્મ જ હવે વિશેષથી કહે છે – મહાવ્રતો, પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તરગુણ રૂપ શીલ, પરીષહોને સહેવા. આ અભિરુચિ કરીને, પછી જે કર્યુ, તે કહે છે – અહિંસા, સત્ય આદિ સ્વીકારે છે.
પાંચ મહાવ્રતો - અહિંસા આદિનો સ્વીકારીને પૂર્વવત્‌ વિચરે છે. અર્થાત્‌ અંગીકાર કર્યા વિના રહેતા નથી. ધર્મ - શ્રુત અને ચારિત્રરૂપ કે જે જિનેશ્વરે કહેલ છે. વિઉ એટલે વિદ્વાન, જ્ઞાતા.
બાકી બધાં જ પ્રાણીમાં દયા વડે - હિતોપદેશ દાનાદિ રૂપથી અથવા રક્ષણ રૂપથી જે અનુકંપનશીલ છે તે દયાનુકંપી. ક્ષાંતિ વડે - અશક્તિથી નહીં ખમે છે - પ્રત્યનીકાદિ ઉદીરિત દુર્વચનાદિને સહન કરે છે. તેથી ક્ષાંતિક્ષમ, સંયત એવો તે બ્રહ્મચારી. પૂર્વે બ્રહ્મચર્યનો સ્વીકાર કરેલો હોવા છતાં ફરી અહીં ‘બ્રહ્મચારી’ એ અભિધાન બ્રહ્મચર્યના દુરનુચરત્વ જણાવવા માટે છે. આના વડે મૂલ ગુણ રક્ષણનો ઉપાય કહ્યો.
કાલ - પ્રસ્તાવે અથવા કાલેન - પાદોન પૌરુષી આદિ વડે, તે કાલોચિત પ્રત્યુપેક્ષણાદિ કરતા હતા. રાષ્ટ્ર - મંડલમાં, બલાબલ - સહિષ્ણુત્વ. અસહિષ્ણુત્વ લક્ષણ જાણીને જે આત્માની સંયમ યોગ હાનિ ન થાય.
બીજા કહે છે – સિંહવત્‌ એટલે ભય ઉત્પાદકતાથી પણ સત્ત્વોને ત્રાસિત કરીને નહીં. સિંહના દૃષ્ટાંતથી સાત્વિકત્વથી અતિ સ્થિર પણાથી. તેથી જ દુઃખ ઉત્પાદક અસભ્ય - અશ્લીલ રૂપ વચનો સાંભળીને તેવા જ વચનો સામે ન બોલે. તો શું કરે? તેની ઉપેક્ષા કરતાં ચાલે. તથા પ્રિય કે અપ્રિય - અનુકૂળ કે પ્રતિકૂળ બધાંને સહન કરે. અર્થાત્‌ બધી વસ્તુ બધાં સ્થાને ગમી જાય તો પણ યથાદૃષ્ટ - જે જે જુએ તેની અભિલાષાવાળો ન થાય. અથવા જો એકત્ર પુષ્ટ આલંબનથી સેવે તો પણ તે બધું અભિમત આહારાદિથી બધે અભિલાષાવાળો ન થાય. પૂજા કે ગર્હામાં પણ અભિરુચિ ન કરે. ગર્હા એટલે નિંદા કે પરપરિવાદ.
(શંકા) ભિક્ષુને પણ શું અન્યથા ભાવ સંભવે છે? કે જેથી આ - આ પ્રમાણે તેના ગુણનું અભિધાન છે? તેથી કહે છે – અનેક છંદ - અભિપ્રાયો સંભવે છે. તે તત્ત્વવૃત્તિથી ઔદયિક ભાવથી ધારણ કરાય છે. અણગાર - ભિક્ષુ પણ આવા-આવા ભાવને ધારણ ન કરે, તે માટે તેના ગુણનું અભિધાન કરેલ છે.
ભયભૈરવ - ભયોત્પાદકત્વથી ભીષણ, તેમાં બ્રહ્મચર્યની સ્વીકૃતી કહી. પૂર્વે ‘ભીમ’ શબ્દ વાપરેલો, ફરી તેને અહીં કહ્યો તે તેની અતિ રૌદ્રતાને જણાવવાને માટે છે. દિવ્ય ઈત્યાદિ ઉપસર્ગો જાણવા.
પરીષહો જ્યારે ઉદીરાય છે, ત્યારે સંયમ પ્રતિ શિથીલ થાય છે. જ્યારે ઉપસર્ગો કે પરીષહો પ્રાપ્ત થાય - અનુભવન દ્વારથી આવે ત્યારે વ્યથા ન પામે. ભયથી ચલિત ન થાય, પણ ભિક્ષુ સત્ત્વવાળા થઈને સંગ્રામ શીર્ષ - યુદ્ધ પ્રકર્ષ સમાન હસ્તિરાજવત્‌. સ્પર્શ - તૃણ સ્પર્શાદિ, તથા રોગો ઉપતાપિત કરે છે. - X - X - એ પ્રમાણે રજની માફક - જીવની મલિનતાથી હેતુપણાથી કર્મોને પરીષહ સહન કરવા વડે ખપાવે છે.
મોહ - મિથ્યાત્વ, હાસ્ય આદિ રૂપ કે અજ્ઞાન ગ્રહણ કરાય છે. આત્મા વડે ગુપ્ત તે આત્મગુપ્ત - કાચબાની જેમ સંકુચિત સર્વાંગવાળા, આના વડે પરીષહ સહન કરવાનો ઉપાય કહેલ છે.
સંયત પૂજા કે ગર્હામાં સંગ ન ધારણ કરે. તેમાં અનુન્નત કે અવનતત્વ એટલે કે પૂજામાં ઉન્નત ન થાય, ગર્હામાં અવનત ન થાય. પૂર્વવત્‌ અભિરુચિનો નિષેધ જાણવો. પણ તે ઋજુભાવ - આર્જવતાને અંગીકાર કરીને સંયત સમ્યગ્‌ દર્શનાદિ રૂપ વિરત થઈને વિશેષથી નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરે છે.
ત્યારપછી તે ત્યારે શું કરે છે? તે કહે છે –
સંયમ અસંયમ વિષયમાં અરતિ-રતિને સહન કરે. તેનાથી બાધિત ન થાય. તે અરતિ-રતિસહ. સંસ્તવ - પૂર્વ કે પશ્ચાત્‌ સંસ્તવ રૂપ અથવા વચન સંવાસ રૂપ ન કરે. કોની સાથે? ગૃહસ્થો સાથે.
પ્રધાન એવો જે સંયમ મુક્તિના હેતુપણાથી જેને છે તે પ્રધાનવાન અથવા પરમ પુરુષાર્થવાન થાય. પરમાર્થ એટલે મોક્ષ, તે જેના વડે જણાય તે પરમાર્થ પદો - સમ્યગ્‌ દર્શનાદિ, તેમાં અવિરાધકતાથી રહે.
છિન્ન શોક અથવા છિન્ન શ્રોત છે તેવો. શ્રોત એટલે મિથ્યાદર્શન આદિ છેદેલા છે જેણે તે છિન્ન શ્રોતા. તેથી જ અમમ અને અકિંચન છે. અહીં આ સંયમના વિશેષણો છે. - X - X - તથા વિવિક્તલયન અર્થાત્‌ સ્ત્રી આદિ રહિત ઉપાશ્રય રૂપ. નિરુપલેપ - ભાવથી આસક્તિ રૂપ ઉપલેપ વર્જિન, દ્રવ્યથી પણ તે માટે ઉપલિપ્ત નહીં તેવા. અસંસૃત - બીજાદિ વડે અભિવ્યાપ્ત, તેથી જ નિર્દોષતાથી મુનિ વડે આસેવિત એવા છે. - X - X -
ફરી ફરી પરીષહ ‘સ્પર્શન’ નામે છે તે અતિશય જણાવવાને માટે છે. તેનાથી સમુદ્રપાલ મુનિ કેવા પ્રકારના થયા? સમુદ્રપાલ મુનિ શ્રુતજ્ઞાન વાળા થયા. યથાવત્‌ ક્રિયાકલાપથી યુક્ત થયા. શોભન એવા અનેક રૂપ જ્ઞાનો - સંગ ત્યાગ, પર્યાય ધર્મ રુચિ, તત્ત્વાદિનો અવબોધ, તેના વડે યુક્ત થયા. ધર્મ સંચય - ક્ષમા આદિ યતિધર્મનો સમ્રદય. અનુત્તર જ્ઞાન - કેવળજ્ઞાન, તેને ધારણ કરવાથી અનુત્તર જ્ઞાનધર થયા. - X - X - X - X -. તેથી જ યશસ્વી, અંતરીક્ષમાં સૂર્યની જેમ પ્રકાશ કરતા, જેમ આકાશમાં સૂર્ય અવભાસે છે, તેમ આ ઉત્પન્ન કેવલજ્ઞાનથી અવભાસે છે.
હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં તેનું ફળ કહે છે –

Linked texts (2)