Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1185

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1185

Language
Gujarati

1185

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૪૪ થી ૪૪૬ + વિવેચન [૨૨/નિર્યુક્તિ-૪૪૪ થી ૪૪૬ + વિવેચન]
રથનેમિનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય રથનેમિ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય રથનેમિના ત્રણ ભેદ છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્‌વ્યતિરેક. ભાવથી રથનેમિ તે રથનેમિના નામ અને ગોત્ર વેદે છે તે. તેનાથી ઉપસ્થિત આ રથનેમિ અધ્યયન છે. વ્યાખ્યા પૂર્વવત્‌ જાણવી. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ. તે સૂત્ર હોવાથી થાય છે. તેથી સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે –

Linked texts (1)