Uttarajjhayana 1190
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1190
- Language
- Gujarati
1190
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૧૨ થી ૮૨૦ [૨૨/૮૧૪ થી ૮૨૦]
[૮૧૪] અનેક પ્રાણીઓના વિનાશ સંબંધી વચનોને સાંભળીને જીવો પ્રતિ કરુણાશીલ, મહાપ્રજ્ઞ, અરિષ્ઠનેમિ ચિંતન કરે છે કે–
[૮૧૫] જો મારા નિમિત્તે આ ઘણાં પ્રાણીઓનો વધ થાય છે, તો આ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય.
[૮૧૬] તે મહાયશસ્વીએ કુંડલયુગલ, સૂત્રક અને બીજા બધાં આભૂષણો ઉતારીને સારથીને આપી દીધા.
[૮૧૭] મનમાં આવા પરિણામ થતાં જ તેના યથોચિત અભિનિષ્ક્રમણને માટે દેવતા પોતાની ઋદ્ધિ અને પર્ષદા સાથે આવ્યા.
[૮૧૮] દેવ અને મનુષ્યોથી પરિવરેલા ભગવન્ શિબિકા રત્નમાં આરૂઢ થયા. દ્વારકાથી નીકળી રેવતક પર્વત ઉપર સ્થિત થયા.
[૮૧૯] ઉદ્યાનમાં પહોંચીને, ઉત્તમ શિબિકાથી ઉતરીને ૧૦૦૦ પુરુષો સહિત ચિત્રા નક્ષત્રમાં ભગવંતે નિષ્ક્રમણ કર્યું.
[૮૨૦] ત્યારપછી સમાહિત ભગવંતે તુરંત પોતાના સુગંધ ગંધિત અને ઘુંઘરાળા વાળનો સ્વયં પોતાના હાથો વડે પંચમુષ્ટિક લોચ કર્યો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit