Uttarajjhayana 1191
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1191
- Language
- Gujarati
1191
વિવેચન–૮૧૪ થી ૮૨૦
સારથીએ ઘણાં પ્રાણીના વિનાશ-હનનના અભિધેયને કહ્યો. આ પ્રાણવિનાશન સાંભળી, જીવોમાં સકરુણ ભગવંતે વિચાર્યું - મારા વિવાહના પ્રયોજનમાં ભોજનાર્થપણાથી આ બધાં હણાશે. આટલા બધાં જીવોનું હનન થાય તો તે પાપહેતુક હોવાથી પરલોકમાં મારું કલ્યાણ થશે નહીં. અહીં ભવાંતરમાં પરલોકના ભીરુત્વના અત્યંત અભ્યાસપણાથી આ પ્રમાણે ભગવંતે વિચાર્યું, અન્યથા ચરમ શરીરપણાથી અને અતિશય જ્ઞાનીત્વથી ભગવંતને આવા પ્રકારે વિચારવાનો અવસર ક્યાંથી હોય?
એ પ્રમાણે ભગવંતના પરિણામોને જાણીને, જીવોને મુક્ત કરાવવા વડે પરિતોષિત ભગવંતે જે કર્યું, તે કહે છે – કટિસૂત્ર સહિત બાકીના બધાં આભરણો ઉતારીને સારથીને આપી દીધા.
ત્યારે તેમના નિષ્ક્રમણના અભિપ્રાયને જાણીને ચારે નિકાયના દેવો ઔચિત્યને લીધે નીચે ઊતર્યા. તેઓ સમસ્ત વિભૂતિ સહિત, બાહ્ય - મધ્ય - અભ્યંતર પર્ષદા ત્રણેથી યુક્ત થઈ નિષ્ક્રમણનો મહિમા કરે છે. કોનો? ભગવંત અરિષ્ટનેમિનો. દેવોએ ઉત્તરકુરુ નામક શિબીકા રત્નની રચના કરી. પછી ભગવંત તેમાં આરૂઢ થઈને દ્વારકાપુરીથી નીકળ્યા અને રૈવતક - ઉજ્જયંત પર્વતે પહોંચીને અટક્યા. સહસ્રામ્ર વનમાં પહોંચ્યા.
ત્યાં શિબીકાથી ઉતરીને કે જે શિબીકા હજાર પુરુષોથી વહન કરાતી હતી, તેમાંથી નિવૃત્ત થઈ શ્રામણ્યનો સ્વીકાર કર્યો. ક્યારે? ચિત્રા નક્ષત્રમાં. કઈ રીતે? સ્વભાવથી જ સુરભિગંધી, કોમળ, કુટિલ વાળને જલદી પોતાના હાથેથી જ પાંચ મુષ્ટિ વડે લોચ કર્યો. સમાભિધાન એવા ભગવંતે ‘મારે સર્વ સાવદ્ય ન કરવું’ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. - X - X -.
એ પ્રમાણે ભગવંતે પ્રવ્રજ્યા સ્વીકારતાં –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati