Uttarajjhayana 12
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 12
- Language
- Gujarati
12
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૧ + વિવેચન [–/નિર્યુક્તિ-૧૧ + વિવેચન]
આઠ પ્રકારે કરાય તે જ્ઞાનાવરણાદિ કર્મ, તેની રજ - જીવના શુદ્ધ સ્વરૂપને અન્યથાપણે કરવાથી રજ છે. - X - આ ઉપમા છે અથવા ‘કર્મરજ’ એ સમસ્ત પદ છે, તે કર્મો અનેક ભવના ઉપાત્તત્વથી જૂનાં છે, જે કારણે પ્રાણી ભાવ અધ્યયન - ચિંતનાદિ શુભ વ્યાપારોથી ખપાવે છે, તેથી જ આ ભાવરૂપત્વથી ક્ષપણાના હેતુત્વથી ક્ષપણા એમ કહેવાય છે. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે – એ રીતે ઉક્ત પર્યાય અભિધેય ભાવાધ્યયનથી શિષ્ય-પ્રશિષ્ય પરંપરારૂપ પ્રાપ્ત કરવી જોઈએ. અથવા આનુપૂર્વીથી સંવેદન વિષયતાને પામવી જોઈએ.
આ પ્રમાણે ઉત્તરાધ્યયનની વ્યાખ્યા કરી. હવે શ્રુત અને સ્કંધનો નિક્ષેપ પ્રત્યેક અધ્યયનમાં નામાદિ અર્થાધિકાર કહેવાનો અવસર છે. તેથી તેને કહેવાને પ્રતિજ્ઞા કહે છે –