Uttarajjhayana 13
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 13
- Language
- Gujarati
13
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૨ + વિવેચન [–/નિર્યુક્તિ-૧૨ + વિવેચન]
શ્રુત અને સ્ધંકમાં નિક્ષેપ ચાર પ્રકારે છે. તેથી તેની પ્રજ્ઞાપના કરીને નામાદિ અધિકાર અને અધ્યયનો હું કહીશ. આ શ્રુતસ્કંધનો નિક્ષેપ બીજે સ્થાને વિસ્તારથી કહેલ છે, તેથી પ્રસ્તાવ જણાવવાને માટે જ શ્રુત અને સ્કંધમાં નિક્ષેપ કહેવો તેમ નિર્યુક્તિકારે કહેલ છે, પણ તેની પ્રરૂપણા કરશે નહીં. સ્થાન શૂન્યાર્થે કંઈક કહે છે – તેમાં નામ અને સ્થાપના રૂપ ‘શ્રુત’ ગૌણ છે.
દ્રવ્યશ્રુત બે ભેદે – આગમથી અને નો-આગમથી. તેમાં જેણે ‘શ્રુત’ એવું પદ શિક્ષિતાદિ ગુણયુક્તને જાણેલ છે, પણ તેમાં ઉપયોગ નથી, તે આગમથી દ્રવ્યશ્રુત, નોઆગમથી શ્રુત પદાર્થજ્ઞ-શરીરનો ભૂત કે ભાવિ પર્યાય. તદ્વ્યતિરિક્ત તે પુસ્તક આદિમાં રહેલ કે જણાવાયેલ, ભાવશ્રુતના હેતુથી દ્રવ્યશ્રુત. ભાવશ્રુત પણ આગમથી અને નોઆગમથી બે પ્રકારે છે. આગમથી તેનો જ્ઞાતા અને ઉપયુક્ત હોય, નોઆગમથી આ પ્રસ્તુત અધ્યયન છે.
સ્કંધ પણ નામ અને સ્થાપનારૂપ પ્રસિદ્ધ છે. દ્રવ્યસ્કંધ આગમથી. તેનો જ્ઞાતા પણ અનુપયુક્ત, નોઆગમથી જ્ઞશરીર ભવ્યશરીર તદ્ વ્યતિરિક્ત દ્રુમસ્કંધાદિ છે. ભાવસ્કંધ આગમથી તેનો જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોવો. નોઆગમથી આ અધ્યયન સમૂહ હવે નામો કહે છે –