Uttarajjhayana 1201
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1201
- Language
- Gujarati
1201
વિવેચન–૮૩૨ થી ૮૩૪
પછી રથનેમિ રાજપુત્રએ ડરતી કંપતી રાજીમતિને જોઈને કહ્યું – હું રથનેમિ છું. આના વડે પોતાનું રૂપવાન પણું આદિ અભિમાનથી પ્રકાશીને તેણીને અભિલાષા ઉત્પન્ન કરાવીને, વિશ્વાસ પમાડી બીજી શંકા નિવારવા પોતાનું નામ કહ્યું. હે સુતનુ! તું મને સેવ. તને કોઈ પીડા નહીં થાય. અર્થાત્ સુખના હેતુ વિષય સેવન કર. કેમકે પીડાની શંકાથી ભય થાય છે. આવ, મનુષ્ય જન્મ દુર્લભ છે. તે પામીને તેના ભોગલક્ષણ ફળને ભોગવીએ. વૃદ્ધાવસ્થામાં ફરી દીક્ષા લઈશું. ત્યારે રાજીમતિએ શું કર્યું?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati