Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1202

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1202

Language
Gujarati

1202

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૩૫ થી ૮૪૨ [૨૨/૮૩૫ થી ૮૪ર]
[૮૩૫] સંયમ પ્રત્યે ભગ્નોદ્યોગ તથા ભોગથી પરાજિત રથનેમિને જોઈને તેણી સંભ્રાંત ન થઈ. તેણીએ વસ્ત્રોથી પોતાના શરીરને ફરી ઢાંકી દીધું.
[૮૩૬] નિયમો અને વ્રતોમાં સુસ્થિત તે શ્રેષ્ઠ રાજકન્યાએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા, રથનેમિને કહ્યું –
[૮૩૭] જો તું રૂપમાં વૈશ્રમણ હો, લલિતથી નલકુબેર હો, તું સાક્ષાત્‌ ઈન્દ્ર હો તો પણ હું તને ઈચ્છતી નથી. (અગંધન કૂળમાં ઉત્પન્ન સર્પ ધૂમકેતુ, પ્રજ્વલિત, ભયંકર, દુષ્પ્રવેશ્ય અગ્નિમાં પ્રવેશ કરે પણ વમેલને ફરી પીવા ન ઈચ્છે.)
[૮૩૮] હે યશોકામી! ધિક્કાર છે તને કે તું ભોગી જીવનને માટે, ત્યક્ત ભોગોને ફરી ભોગવવા ઈચ્છે છે, તેના કરતાં તારું મરવું શ્રેયસ્કર છે.
[૮૩૯] હું ભોજરાજાની પુત્રી છું. તું અંધકવૃષ્ણિનો પુત્ર છે. આપણે કુળમાં ગંધન સર્પ જેવા ન બનીએ. તું નિભૃત થઈને સંયમને પાળ.
[૮૪૦] જો તું જે કોઈ સ્ત્રીને જોઈને આ પ્રમાણે જ રાગભાવ કરીશ, તો વાયુથી કંપિત હડની માફક અસ્થિતાત્મા થઈશ.
[૮૪૧] જેમ ગોપાલ અને ભાંડપાલ તે દ્રવ્યના સ્વામી હોતા નથી, તે પ્રમાણે તું પણ શ્રામણ્યનો સ્વામી નહીં થાય.
[૮૪૨] તું ક્રોધ, માન, માયા, લોભનો નિગ્રહ કર. ઈન્દ્રિયોને વશ કરીને તેને પોતાને ઉપસંહર.

Linked texts (1)