Uttarajjhayana 1203
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1203
- Language
- Gujarati
1203
વિવેચન–૮૩૫ થી ૮૪૨
ભગ્નોદ્યોગ - ઉત્સાહ ચાલી ગયેલ. શેમાંથી? સંયમમાંથી. સ્ત્રી પરીષહથી પરાજિત થયેલ. અસંભ્રાન્ત - આ બળથી અકાર્યમાં પ્રવર્તશે નહીં એવા અભિપ્રાયથી અત્રસ્ત થઈને પોતાને વસ્ત્રો વડે ઢાંકી દે છે.
નિયમ અને વ્રતમાં નિશ્ચલ રહેવું - ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનું નિયમન કરીને પ્રવ્રજ્યામાં જાતિ, કુલ, શીલની રક્ષા કરવી. કદાચ શીલના ધ્વંસથી જ આવા પ્રકારની નિમ્ન જાતિ અને કુળની સંભાવના રહે છે.
તું આકાર સૌંદર્યથી ધનદ હો, સવિલાસ ચેષ્ટિતથી ‘કુબેર’ નામે દેવ વિશેષ હો કે સાક્ષાત્ ઈન્દ્ર - રૂપાદિ અનેક ગુણ આશ્રી હો. રૂપાદિ અભિમાનીને આ પ્રમાણે જ કહે. અથવા તારા પૌરુષને ધિક્કાર છે. હે અયશની કામનાવાળા! અકીર્તિના અભિલાષી! દુરાચારને વાંછે છે. તેમાં યશ - મહાકુળ સંભવ ઉદ્ભૂત. કામિ - ભોગની અભિલાષા કરનારા! જીવિતના નિમિત્તે, ઉલટી કરાયેલા ભોગને ફરી ઈચ્છે છે. શિયાળ પણ પરિહરેલાની ઈચ્છાથી દૂર રહે છે. આ વમેલાને ફરી પીવા કરતા તો તારું મરણ થઈ જાય તે જ કલ્યાણકારી છે. કેમકે મરણમાં અલ્પદોષ છે.
હું ભોગરાજ ઉગ્રસેનના કુળમાં જન્મી, તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયો. તો આપણે ગંધન-સર્પ વિશેષ જેવા ન થઈએ. કેમકે તેઓ જ વમેલા વિષને બળતા અગ્નિમાં પડવાના ભયથી ફરી પીવે છે. વૃદ્ધો કહે છે – સર્પો બે જાતિના હોય, ગંધન અને અગંધન. તેમાં ગંધન સર્પો ડસ્યા પછી મંત્ર વડે આકૃષ્ટ કરાતા, વિષને વ્રણના મુખથી પી જાય છે. અગંધન સર્પો મરણને પસંદ કરે, પણ વમેલું ન પીવે. તો શું કરવું જોઈએ? તે કહે છે – સંયમમાં સ્થિર થવું. કેમકે જો તું ભોગાભિલાષથી જે-જે સ્ત્રીને જોઈશ, તેમાં-તેમાં આકર્ષિત થઈશ, તો વાયુ વડે તાડિત હઠ-વનસ્પતિની જેમ અસ્થિતાત્મા - ચંચળ ચિત્ત વડે અસ્થિર સ્વભાવનો થઈશ.
જેમ ગોપાલ ગાયને પાળે છે, ભાંડપાલ બીજાના ભાંડોને ભાડે દેવા સાચવે છે, પણ તે, તે ગાયો કે ભાંડનો સ્વામી કે વિશિષ્ટ ફળનો ઉપભોક્તા થતો નથી. એ પ્રમાણે તું પણ શ્રામણ્યમાં થઈશ. કેમકે ભોગના અભિલાષથી તું શ્રામણ્યના ફળને પામીશ નહીં.
એ પ્રમાણે તેણીએ કહેતા રથનેમિએ શું કર્યું? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati