Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1208

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1208

Language
Gujarati

1208

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૪૭ થી ૪૫૧ + વિવેચન [૨૨/નિર્યુક્તિ-૪૪૭ થી ૪૫૧ + વિવેચન]
શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજા હતા. તેને શિવા નામે અગ્રમહિષી રાણી હતી. તેણીને ચાર પુત્રો હતા. અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દૃઢનેમિ. તેમાં અરિષ્ટનેમિ બાવીશમાં તીર્થંકર થયા. રથનેમિ અને સત્યનેમિ બંને પ્રત્યેકબુદ્ધ થયા. રાજીમતિનો કાળ અરિષ્ટનેમિના જેટલો જ એટલે કે ૯૦૧ વર્ષ સર્વાયુ જાણવું.
અહીં પહેલી ગાથામાં રથનેમિનો અન્વય કહ્યો. પ્રસંગથી બાકીના ભાઈઓનું કથન કર્યું. અહીં અરિષ્ટનેમિના અરહંતત્વ અને રથનેમિનું પ્રત્યેક બુદ્ધત્વ કહ્યું. ૯૦૧ વર્ષનુ સર્વાયુ ભગવંતનું કહ્યું. હવે પ્રતિભગ્ન પરિણામપણાથી રથનેમિવત્‌ કોની અવજ્ઞા ન થાય, તે કહે છે –

Linked texts (1)