Uttarajjhayana 1211
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1211
- Language
- Gujarati
1211
૦ રથનેમિય નામક બાવીશમું અધ્યયન કહ્યું. હવે તેવીશમું કહે છે. તેના સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં કથંચિત્ ઉત્પન્ન વિશ્રેતસિક છતાં પણ રથનેમિવત્ ચરણમાં ધૃતિ ધારણ કરવી. અહીં બીજાને પણ ચિત્ત વિપ્લુતિ થાય તો કેશી-ગૌતમવત્ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો. તે અભિપ્રાયથી જેમ શિષ્યને સંશય ઉત્પત્તિમાં કેશીએ પૂછેલ, ગૌતમે તેને ઉપયોગી ધર્મ અને વેશ આદિ વર્ણવ્યા. તેમ આ પ્રમાણેના સંબંધથી પ્રાપ્ત આ અધ્યયનના પૂર્વવત્ ઉપક્રમાદિ કહીને યાવત્ નામનિક્ષેપામાં કેશી-ગૌતમીય એ નામ છે. યાવત્ કેશી-ગૌતમનો નિક્ષેપો કહેવો. તેમાં વર્તમાન તીર્થાધિપતિ પ્રથમ ગણધરના આ તીર્થની અપેક્ષાથી ગૌતમના જ્યેષ્ઠત્વ આદિમાં તેનું અભિધાન, પછી કેશીશબ્દનો નિક્ષેપ કહે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati