Uttarajjhayana 1218
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1218
- Language
- Gujarati
1218
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૫૧ થી ૮૫૪ [૨૩/૮૫૧ થી ૮૫૪]
[૮૫૧] તે સમયે ધર્મ-તીર્થના પ્રવર્તક જિન, ભગવાન્ વર્દ્ધમાન હતા, જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા.
[૮૫૨] તે લોક પ્રદીપ ભગવંતના જ્ઞાન અને ચારિત્રના પારગામી મહાયશસ્વી શિષ્ય ગૌતમ સ્વામી હતા.
[૮૫૩] બાર અંગોના જ્ઞાતા પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્ય સંઘથી પરિવૃત્ત, ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા.
[૮૫૪] નગર નજીક કોષ્ઠક ઉદ્યાનમાં જ્યાં પ્રાસૂક શય્યા અને સંસ્તારક સુલભ હતા, ત્યાં રોકાયા - રહ્યા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit