Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1220

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1220

Language
Gujarati

1220

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૫૫ થી ૮૫૯ [૨૩/૮૫૫ થી ૮૫૯]
[૮૫૫] કુમાર શ્રમણ કેશી અને મહાયશસ્વી ગૌતમ બંને ત્યાં વિચરતા હતા. બંને આલીન અને સુસમાહિત હતા.
[૮૫૬] સંયત, તપસ્વી, ગુણવાન્‌ અને છકાય સંરક્ષક બંને શિષ્ય સંઘોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું –
[૮૫૭] આ ધર્મ કેવો છે? અને આ ધર્મ કેવો છે? આ ચાતુર્યામ ધર્મ છે, તે મહામુનિ પાર્શ્વએ કહેલ છે. આ પંચ-શિક્ષાત્મક ધર્મ ભગવંત વર્ધમાને કહેલ છે.
[૮૫૮-૮૫૯] આ અચેલક ધર્મ છે અને આ સાંતરોત્તર ધર્મ છે. એક લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં ભેદ શા માટે છે?

Linked texts (1)