Uttarajjhayana 1221
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1221
- Language
- Gujarati
1221
વિવેચન–૮૫૫ થી ૮૫૯
કેશી અને ગૌતમ બંને શ્રાવસ્તીમાં વિચરતા હતા. આલીન - મન, વચન, કાયા ગુપ્તિ આશ્રિત, અથવા પૃથક્ રહેવાથી પરસ્પર ન જાણતા. તેઓ સારી રીતે જ્ઞાનાદિ સમાધિવાળા હતા. તે બંનેને સંયમી અને તપસ્વી શિષ્યોનો સમૂહ શ્રાવસ્તીમાં જ હતો. તે બધાં વિચારતા હતા કે –
ગુણાઃ સમ્યગ્ દર્શનાદિ, તેનાથી યુક્ત અને રક્ષણહાર આપણાં આ મહાવ્રતરૂપ ધર્મ છે, તેમાં આ ધર્મ કેવા પ્રકારે છે? આચાર - આચરણ, વેશધારણ આદિ બાહ્ય ક્રિયાકલાપ. તે જ સુગતિની ધારણાથી ધર્મ છે. કેમકે બાહ્ય ક્રિયામાત્રથી પણ નવ ગ્રૈવેયક સુધીની ગતિ પ્રાપ્ત કરાવે છે. તેની પ્રણિધિ - આચાર ધર્મ. અમારી કે બીજાની? અર્થાત્ અમારો અને આમનો, બંનેનો ધર્મ સર્વજ્ઞ પ્રણિત છે. તો તેની સાધનામાં આ ભેદ કેમ છે? અમે તે જાણવાને ઈચ્છીએ છીએ.
તે જ વિચારણાને વ્યક્ત કરતાં કહે છે – તીર્થંકર પાર્શ્વએ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યો છે. પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાન સ્વામીએ કહેલ છે. મહામુનિ શબ્દથી ધર્મવિષયક સંશય વ્યક્ત કર્યો. હવે આચાર ધર્મ પ્રણિધિ વિષયમાં તે જ કહે છે – અચેલક - અવિદ્યમાન કે કુત્સિત વસ્ત્રવાળો ધર્મ વર્ધમાન સ્વામીએ કહ્યો. સાંતર - વર્ધમાન સ્વામીના શાસનના સાધુની અપેક્ષાથી મહાધન મૂલ્યતાથી પ્રધાન વસ્ત્રો જેમાં છે તે ધર્મ પાર્શ્વનો ઉપદેશ્યો. એક જ મુક્તિરૂપ કાર્યને માટે બંનેના ઉપદેશમાં ફેર કેમ છે? તેવા સંશયમાં કહ્યું કે કારણભેદથી કાર્યભેદ સંભવે છે.
આવો શિષ્યના ચિત્તમાં ઉત્પન્ન ભેદ કેશી-ગૌતમે જાણ્યો, પછી શું?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati