Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1235

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1235

Language
Gujarati

1235

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૭૪ થી ૮૭૬ [૨૩/૮૭૪ થી ૮૭૬]
હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારો એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ! તે પણ મને કહો.
આ અચેલક ધર્મ વર્દ્ધમાન સ્વામીએ કહ્યો અને આ સાંતરોત્તર ધર્મ મહાયશસ્વી પાર્શ્વએ પ્રતિપાદિત કર્યો છે. એક જ કાર્ય માટે પ્રવૃત્ત બંનેમાં ભેદનું શું કારણ? હે મેધાવી! આ બે પ્રકારના લિંગમાં તમને કોઈ સંશય થતો નથી?

Linked texts (1)