Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1236

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1236

Language
Gujarati

1236

વિવેચન–૮૭૪ થી ૮૭૬
હે ગૌતમ! તમારી બુદ્ધિ શોભન છે. જેથી તમે મારા સંદેહને છેદી નાંખ્યો. આ અભિધાન વિનયની અપેક્ષાથી છે. તેને મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન યુક્તને આવા પ્રકારનો સંશય ન સંભવે. આ રીતે બધું વિચારવું.
હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે મને કહો. અર્થાત્‌ તદ્‌વિષયક અર્થને યથાવત્‌ પ્રતિપાદિત કરો. હવે બીજું દ્વાર - જેના વડે આ વ્રતી છે તેમ જણાય તે લિંગ - વર્ષાકલ્પ આદિ રૂપ વેશ. તેને આશ્રીને કહે છે - અચેલક. લિંગ બે ભેદે - અચેલકપણાથી અને વિવિધ વસ્ત્ર ધારકપણાથી. એ પ્રમાણે કેશીએ કહેતા, ગૌતમ વચન અભિધાયક ત્રણ સૂત્ર –

Linked texts (2)