Uttarajjhayana 1249
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1249
- Language
- Gujarati
1249
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૯૧ થી ૮૯૪ [૨૩/૮૯૧ થી ૮૯૪]
[૮૯૧] હે ગૌતમ! હૃદયમાં ઉત્પન્ન એક લતા છે. તેમાં વિષતુલ્ય ફળો થાય છે. તેને તમે કઈ રીતે ઉખેડી?
[૮૯૨] કેશી! તે લતાને સર્વથા છેદીને જડથી ઉખેડીને નીતિ અનુસાર હું વિચરણ કરું છું. તેથી હું વિષફળ ખાવાથી મુક્ત છું.
[૮૯૩] કેશીએ ગૌતમને પૂછ્યું – તે લતા કેવી છે? ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું –
[૮૯૪] ભવતૃષ્ણા જ ભયંકર લતા છે. તેમાં ભીમ ફલોદયા ફળ ઉગે છે. હે મહામુનિ! તેને જડથી ઉખાડીને હું નીતિ અનુસાર વિચરણ કરું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit