Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1270

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1270

Language
Gujarati

1270

વિવેચન–૯૧૬ થી ૯૧૯
અર્ણવ - સમુદ્ર, મહૌઘ - બૃહત્‌ જળ પ્રવાહ. હે ગૌતમ! નાવ ઉપર ચઢીને કઈ પ્રકારે પાર પામશો? ગૌતમે કહ્યું – આશ્રાવણી - જળ સંગ્રાહણી અને સાશ્રાવિણી - જેમાં જળ પ્રવેશતું હોય તેવી, તે સમુદ્રને પાર જઈ ન શકે. જે નિસ્સાવિણી - છિદ્ર રહિત નાવ છે, તે અવશ્ય પાર પહોંચાડનારી છે. શરીર એ નાવ છે. તે જ સમ્યગ્‌દર્શન આદિ ત્રણ અનુષ્ઠાન હેતુપણાથી, જીવને ભવોદધિથી નિસ્તારક છે, તેમ તીર્થંકરે પ્રતિપાદિત કરેલ છે. તે જ ઉક્તરૂપ નાવ વડે ભવોદધિને તરે છે. કેમકે તત્ત્વથી તે જ તારનારપણે છે.

Linked texts (2)