Uttarajjhayana 1290
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1290
- Language
- Gujarati
1290
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૫૯ થી ૪૬૨ + વિવેચન [૨૪/નિર્યુક્તિ-૪૫૯ થી ૪૬૨ + વિવેચન]
પ્રવચનનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય પ્રવચન બે ભેદે છે – આગમથી અને નોઆગમથી. નોઆગમથી પ્રવચન ત્રણ ભેદે – જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્વ્યતિરિક્તમાં કુતીર્થ આદિ. ભાવમાં દ્વાદશાંગ ગણિપિટક. ‘માતા’નો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે૦ ઈત્યાદિ. ભાવમાં સમિતિ એ માતા છે. તેનું વિવેચન કરતાં કહે છે – X – X – તદ્વ્યતિરિક્ત દ્રવ્ય પ્રવચનમાં કુતીર્થિ આદિમાં તથા સુતીર્થોમાં ઋષભાદિ સંબંધી પુસ્તકાદિમાં રહેલ કે બોલાતું. ભાવમાં આચારથી દૃષ્ટિવાદ પર્યન્ત બાર અંગ. ગણિ-આચાર્ય. તેમની પિટક – સર્વસ્વનો આધાર તે ગણિ-પિટક જાણવી. – X – X -.
‘માતા’ શબ્દનો નિક્ષેપો કહે છે – તે નામાદિ ચાર ભેદે છે. તેમાં – X – તદ્દ્રવ્ય વ્યતિરિક્ત માતામાં કાંસ્યપાત્રાદિમાં મોદકાદિ માત-અંત, તે દ્રવ્ય-માત. ભાવમાં ઈર્યા સમિતિ આદિ માતા કહેવાય છે.
એ પ્રમાણે નિર્યુક્તિ કૃત ‘માત’ શબ્દનો નિક્ષેપ કર્યો. માય પદના ‘માતા’ એ પ્રમાણે સંસ્કાર થાય. ત્યારે દ્રવ્યમાતા તે જનની, ભાવ માતા તે સમિતિ, એમાંથી જ પ્રવચનનો જન્મ થાય છે. હવે નામનો અન્વર્થ –