Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1293

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1293

Language
Gujarati

1293

વિવેચન–૯૩૬ થી ૯૩૮
સમિતિ – સમ્યક્‌, સર્વવિદ્‌ પ્રવચનાનુસારિતાથી. આત્માની ચેષ્ટા તે સમિતિ. ગોપવવું તે ગુપ્તિ – સમ્યગ્‌ યોગ નિગ્રહ. આ આઠ સંખ્યત્વ વડે પ્રવચનમાતા થાય છે. તેને તીર્થંકરોએ કહેલ છે. તેને નામથી કહે છે –
(૧) ઈર્યા – ચાલવું તે, ગતિ પરિણામ. (૨) ભાષા – બોલવું તે. (૩) એષણા – ગવેષણાદિ કરવા. (૪) આદાન – પાત્રાદિનું ગ્રહણ કે મૂકવા. (૫) ઉચ્ચાર આદિની પરિષ્ઠાપના. આ બધાંની સાથે સમિતિ શબ્દ જોડવો. તથા મનની ગુપ્તિ તે મનોગુપ્તિ, ઈત્યાદિ. પ્રવચન વિધિથી માર્ગમાં વ્યવસ્થાપન અને ઉન્માર્ગ ગમન નિવારણ તે ગુપ્તિ. તે કથંચિત્‌ સત્‌ ચેષ્ટા રૂપ હોવાથી સમિતિ શબ્દ વાચ્યત્વથી ‘આઠ સમિતિ’ એમ સૂત્રમાં કહેલ છે. સમિતિ પ્રવિચાર રૂપ છે, ગુપ્તિ પ્રવિચાર-અપ્રવિચાર રૂપ છે. અન્યોન્ય કથંચિત્‌ ભેદ હોવાથી ભેદ વડે કહેલ છે. – X -.
જિનાખ્યાત ‘માત’ અંતર્ભૂતપણાથી તે આગમમાં છે. ઈર્યાસમિતિમાં પ્રાણાતિપાત વિરમણ વ્રત સંભવે છે. બાકીના વ્રતોનો તેમાં જ આવિર્ભાવ થાય છે. – X – અર્થથી આખું પ્રવચન અહીં ‘માત’ કહેવાય છે. ભાષા સમિતિ પણ સાવદ્ય વચન પરિહારથી અને નિરવદ્ય વચન બોલવા રૂપપણાથી વચનપર્યાય સર્વે પણ આક્ષિપ્ત જ છે. તેની બહાર દ્વાદશાંગી ન હોય. એ પ્રમાણે એષણા સમિતિ આદિમાં પણ સ્વબુદ્ધિથી વિચારવું. અથવા આ બધી ચારિત્ર રૂપ છે. – X – X – તેમાં ઈર્યા સમિતિનું સ્વરૂપ કહે છે –

Linked texts (2)