Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1301

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1301

Language
Gujarati

1301

વિવેચન–૯૪૮, ૯૪૯
ઓઘ ઉપધિ અને ઔપગ્રહિક ઉપધિ, રજોહરણ દંડ આદિ ઉપકરણને મુનિ લેતા કે ક્યાંક મૂકતાં આ વિધિ કરે – દૃષ્ટિ વડે તેની પ્રતિલેખના અર્થાત્‌ અવલોકન કરે અને રજોહરણાદિથી પ્રમાર્જના કરી વિશોધિ કરે. એ પ્રમાણે યતિ યતના કરે. દ્વિધા – એટલે લેવામાં અને મૂકવામાં અથવા દ્રવ્યથી અને ભાવથી આદાન નિક્ષેપણા સમિતિમાન્‌ થઈને સર્વકાળ વર્તે. હવે પરિષ્ઠાપના સમિતિ કહે છે –

Linked texts (2)