Uttarajjhayana 1316
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1316
- Language
- Gujarati
1316
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૬૪ થી ૪૬૬ + વિવેચન [૨૫/નિર્યુક્તિ-૪૬૪ થી ૪૬૬ + વિવેચન]
‘યજ્ઞ’ શબ્દનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો છે. દ્રવ્ય નિક્ષેપો આગમથી અને નોઆગમથી બે ભેદે હોય છે. તેમાં નોઆગમથી ‘યજ્ઞ’ ત્રણ ભેદે છે – જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્વ્યતિરિક્ત. માહન - બ્રાહ્મણ, તથાવિધ નૃપતિ આદિ, તેમના વડે પ્રાણી હિંસાને આશ્રીને આ કરાય છે. તેથી તે ભાવયજ્ઞ ફળના અપ્રસાધકત્વથી દ્રવ્ય યજ્ઞ કહેવાય છે. ભાવ યજ્ઞ - તપ અને સંયમમાં, તેનું અનુષ્ઠાન - આદર કરણ રૂપને ભાવમાં યજ્ઞ જાણવો. તે યજ્ઞ ફળ પ્રસાધકતાથી આ જ યજ્ઞ છે, બીજો નહીં.
જયઘોષ મુનિ વિજયઘોષની યજ્ઞક્રિયામાં આવ્યા. પછી યજ્ઞની જ પ્રાધાન્ય વિવક્ષાથી આ અધ્યયન ઉદ્ભવ્યું, માટે ‘યજ્ઞીય’ કહ્યું. એ રીતે નિક્ષેપ કહ્યો. હવે અનુગમ કહેવા નિર્યુક્તિકાર કહે છે –