Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1317

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1317

Language
Gujarati

1317

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૬૭ થી ૪૭૪ + વિવેચન [૨૫/નિર્યુક્તિ-૪૬૭ થી ૪૭૪ + વિવેચન]
(નિર્યુક્તિની આઠ ગાથાનો અક્ષરાર્થ વૃત્તિકારશ્રીએ કહેલો છે. ભાવાર્થ પણ આપેલો છે. અમે અહીં તે કથાનક અર્થ જ નોંધીએ છીએ.)
વાણારસી નગરીમાં કાશ્યપગોત્રીય બે બ્રાહ્મણો હતા. તેઓ ધન, સુવર્ણ અને વિપુલ ખજાના યુક્ત હતા. ષટ્‌ કર્મમાં રક્ત અને ચાર વેદના જ્ઞાતા હતા. તે બંને બ્રાહ્મણ ભાઈઓ યુગલિક હતા. તેમના નામો અનુક્રમે જયઘોષ અને વિજયઘોષ હતા. બંને પરસ્પર અનુરક્ત હતા. પ્રીતિવાળા હતા. તેઓ શ્રુતિ આદિ આગમમાં કુશળ હતા. કોઈ દિવસે જયઘોષ ગંગામાં સ્નાનાર્થે ગયા. ત્યાં સર્પ વડે દેડકાને ગળી જવાતો જોયો. સર્પ પણ માર્જાર વડે આક્રમિત થયો, તો પણ દેડકાને ચિં ચિં કરતા ખાતો હતો. માર્જાર પણ સર્પને ખાય છે. અન્યોન્ય ઘાત જોઈને તે પ્રતિબોધ પામ્યો. ગંગા ઉતરીને સાધુ પાસે આવ્યો.
જયઘોષે અસાર એવા વાળ અને પરિક્લેશને સમ્યક્‌ પ્રકારે વોસીરાવ્યા. સર્વ ગ્રંથથી મુક્ત એવો નિર્ગ્રન્થ શ્રમણ પ્રવ્રજ્યાથી થયો. પછી જયઘોષ મુનિ પાંચ મહાવ્રત યુક્ત, પંચેન્દ્રિયથી સંવૃત્ત અને ગુણ સમૃદ્ધ થયા. મિથ્યાત્વાદિ પાપ પ્રકૃતિને ઉપશમાવી તે શમિત પાપ એવા શ્રમણ થયા. ૦ હવે સૂત્રનું ઉચ્ચારણ કરે છે –

Linked texts (1)