Uttarajjhayana 1323
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1323
- Language
- Gujarati
1323
વિવેચન–૯૬૮ થી ૯૭૦
વિજયઘોષ બ્રાહ્મણ જે યજ્ઞકર્તા હતો, તેણે ભિક્ષાર્થે આવેલા મુનિને ભિક્ષા આપવાની ના પાડી. કહ્યું કે - અહીંથી બીજે જઈને યાચના કરો. એમ શા માટે કહ્યું? જે વિપ્ર જાતિના છે, યજ્ઞના પ્રયોજનવાળા છે, સંસ્કારથી જે દ્વિજ છે, જ્યોતિષ્ શાસ્ત્રના વેત્તા છે, અહીં જ્યોતિષનું ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે, અન્યથા ષડ્અંગમાં તેનું ગ્રહણ છે જ. ધર્મશાસ્ત્ર પારગ છે. ચૌદ વિદ્યાનો પારગામી છે, તેથી જ જે ભવ-સમુદ્રથી ઉદ્ધરવા સમર્થ છે, તેવાને જ સર્વને અભિલષિત, છ રસયુક્ત આ ભોજન આપવાનું છે.
મુનિએ એ પ્રમાણે કહેતા તેણે શું કર્યું? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati