Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1325

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1325

Language
Gujarati

1325

વિવેચન–૯૭૧ થી ૯૭૪
તે જયઘોષ મુનિ ઉક્ત પ્રકારે પ્રતિષેધ કરાતા યજ્ઞકર્તા વિજયઘોષ બ્રાહ્મણ પ્રતિ ન રોષ પામ્યા, ન પરિતોષ પામ્યા, પણ સમભાવથી જ રહ્યા. કેમકે મોક્ષની જ ગવેષણા કરતા તે મુક્તિ સિવાય બધે નિઃસ્પૃહ હતા. તેમણે ઓદનાદિ, આચામ્લાદિ કે વસ્ત્રાદિ વડે યાપનના નિમિત્તે નહીં પણ ફક્ત યાજકોના વિમોક્ષાર્થે આવા વચનો કહ્યા – તું વેદોના મુખને જાણતો નથી, તેમાં પ્રધાન એવા યજ્ઞના મુખ - ઉપાયને જાણતો નથી. નક્ષત્રોનું મુખ જાણતો નથી, ધર્મોનો ઉપાય પણ જાણતો નથી. આના વડે તેમના વેદ, યજ્ઞ, જ્યોતિષ્‌, ધર્માદિનું અજાણપણું બતાવ્યું. હવે પાત્રની અવિજ્ઞતા બતાવીને કહે છે – જો જાણતા હો તો કહો, આ આક્ષેપ વિધાન છે.
આ પ્રમાણે તે મુનિએ આક્ષેપ કરતાં, તેણે શું કર્યું? તે કહે છે –

Linked texts (2)