Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1328

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1328

Language
Gujarati

1328

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૭૮ થી ૯૯૬ [૨૫/૯૭૮ થી ૯૯૬]
[૯૭૮] વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્મોનું મુખ કાશ્યપ-ઋષભદેવ છે.
[૯૭૯] જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વંદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ ઋષભદેવ છે.
[૯૮૦] વિદ્યા બ્રાહ્મણની સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ છે, તે સ્વાધ્યાય અને તપથી તે જ રીતે આચ્છાદિત છે, જે રીતે રાગથી અગ્નિ આચ્છાદિત હોય છે.
[૯૮૧] જેને લોકમાં કુશળોએ બ્રાહ્મણ કહ્યા છે, જે અગ્નિ સમાન સદા પૂજનીય છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૮૨] જે પ્રિય સ્વજનાદિ આવતા આસક્ત થતા નથી, જાય ત્યારે શોક કરતા નથી, જે આર્ય વચનમાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૮૩] કસોટી ઉપર કરેલ અગ્નિ દ્વારા દગ્ધમલ થયેલ સોના જેવા વિશુદ્ધ છે, રાગ-દ્વેષ-ભયથી મુક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૮૪] જે તપસ્વી, કૃશ, દાંત છે. જેના માંસ અને લોહી અપચિત થઈ ગયા છે, જે સુવ્રત છે, શાંત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૮૫] જે ત્રસ અને સ્થાવર જીવોને સમ્યક્‌પણે જાણીને, તેમની મન-વચન-કાયાથી હિંસા કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૮૬] જે ક્રોધ, હાસ્ય, લોભ કે ભયથી જૂઠ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૮૭] જે સચિત્ત કે અચિત્ત થોડું કે વધુ અદત્ત લેતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૮૮] જે દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી મૈથુનને મન, વચન, કાયાથી સેવતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૮૯] જે પ્રમાણે જળમાં ઉત્પન્ન કમળ જળથી લિપ્ત થતું નથી, તે પ્રમાણે જે કામભોગોથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૯૦] જે રસાદિમાં લોલુપ નથી, નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે. ગૃહ-ત્યાગી છે, જે અકિંચન છે, ગૃહસ્થોમાં અનાસક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૯૧] તે દુઃશીલને પશુબંધના હેતુ સર્વ વેદ અને પાપકર્મોથી કરાતા યજ્ઞ બચાવી શકતા નથી, કેમકે કર્મો બળવાન્‌ છે.
[૯૯૨] માત્ર મસ્તક મુંડાવાથી કોઈ શ્રમણ નથી થતો. ઓમ્‌નો જાપ કરવાથી બ્રાહ્મણ નથી થતો, અરણ્યમાં રહેવાથી મુનિ નથી થતો.
[૯૯૩] સમભાવથી શ્રમણ થાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય, જ્ઞાનથી મુનિ થાય અને તપથી તપસ્વી થાય છે.
[૯૯૪] કર્મથી બ્રાહ્મણ થાય. કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી જ વૈશ્ય થાય છે અને કર્મથી શુદ્ર થાય છે.
[૯૯૫] અરહંતે આ તત્ત્વોની પ્રરૂપણા કરી છે. તેના દ્વારા જે સ્નાતક થાય, તે સર્વ કર્મથી મુક્તને બ્રાહ્મણ કહીએ છીએ.
[૯૯૬] આ પ્રમાણે જે ગુણસંપન્ન દ્વિજોત્તમ હોય, તે જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે.

Linked texts (1)