Uttarajjhayana 1329
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1329
- Language
- Gujarati
1329
વિવેચન–૯૭૮ થી ૯૯૬
‘અગ્નિહોત્ર’ ઈત્યાદિ અઢાર સૂત્રો પ્રાયઃ સ્પષ્ટ જ છે. વિશેષ આ – અગ્નિહોત્ર - અગ્નિકારિકા. તે જેને પ્રધાન છે તે અગ્નિહોત્રમુખ વેદો. - X - X - તેમાં દશ પ્રકારે ધર્મ કહ્યો છે – સત્ય, તપ, સંતોષ, સંયમ, ચારિત્ર, આર્જવ, ક્ષમા, ધૃતિ, શ્રદ્ધા, અહિંસા. તેવો અનુવાદી ઉક્તરૂપ અગ્નિહોત્ર થાય.
યજ્ઞ એટલે ભાવયજ્ઞ, વેદ વડે અશુભ કર્મો ક્ષય પામે છે. - X - વેદનું મુખ - ઉપાય, તે સત્ય વડે યજ્ઞાર્થીની પ્રવર્તે છે તે. નક્ષત્રોનું મુખ - તેમાં પ્રધાન, તે ચંદ્ર છે. કેમકે તે આદિ પ્રરૂપક છે. જો તપ વડે પ્રાપ્ત પદ જે બ્રહ્મ છે, કેવળ ત્યારે તે બ્રહ્મર્ષી વડે પ્રણિત છે. તે બ્રહ્મો કોણ છે? તમારા પુરાણ કહે છે - આ જ ઈક્ષ્વાકુ કુળ વંશોદ્ભવ નાભિ અને મરુદેવાના પુત્ર મહાદેવ ઋષભે દશ પ્રકારનો ધર્મ સ્વયં આચરેલ છે, કેવળ જ્ઞાન પામેલ છે તે મહર્ષિ - પરમેષ્ઠી - વીતરાગ - સ્નાતક - નિર્ગ્રન્થ - નૈષ્ઠિકે આ ધર્મ ત્રેતામાં પ્રવર્તાવેલ છે, કહેલ છે૦ ઈત્યાદિ.
કાશ્યપનું માહાત્મય બતાવીને ધર્મમુખને સમર્થન માટે કહે છે – જેમ ચંદ્રને ગ્રહો, નક્ષત્રો આદિ અંજલિ જોડીને વંદન, નમસ્કાર કરે છે, અતિ વિનીતપણાથી, પ્રભુના ચિત્તની સન્મુખ રહે છે, તે પ્રમાણે ભગવંત સન્મુખ દેવેન્દ્ર આદિ બધાં દેવો, અસુરો, મનુષ્ય સમૂહો રહે છે. - X - X - X - X - અગારી એટલે ગૃહસ્થ, તેનાથી વિપરીત તે અણગારી - સાધુ. અહીં ધર્માર્થીને જ અભ્યર્હિતપણાથી કાશ્યપ એ ધર્મનું મુખ છે. આના વડે ચાર પ્રશ્નોના પ્રતિવચન કહ્યા. હવે પાંચમાં પ્રશ્નને આશ્રીને કહે છે –
અજ્ઞ - તત્ત્વવેદી નહીં, એમ કહેલ છે. તે કોણ? યજ્ઞવાદી જે આપના પાત્રત્વથી અભિમત છે, ‘વિદ્યા બ્રાહ્મણ સંપદા’ જેના વડે તત્ત્વ જણાય તે વિદ્યા - આરણ્યક, બ્રહ્માંડ, પુરાણ રૂપ. તે જ બ્રાહ્મણની સંપદા છે. તાત્વિક બ્રાહ્મણોને જ નિષ્કિંચનત્વથી વિદ્યા જ સંપત્તિ છે. તેના વિજ્ઞત્વમાં કઈ રીતે આ બૃહદ્ આરણ્યકાદિ ઉક્ત દશવિધ ધર્મવેદી યાગ કરે?
મૂઢ - મોહવાળા. તત્ત્વથી સ્વાધ્યાય અને તપના સ્વરૂપને ન જાણતા, તેથી જ રાખ વડે આચ્છાદિત અગ્નિ માફક બહારથી જ ઉપશમ ભજનારા લાગે છે. અંદરથી કષાયવત્ પણાથી બળતા એવા છે. તેઓ વેદના અધ્યયન અને ઉપવાસ આદિથી યુક્ત પણ અંદરથી રાખથી ઢાંકેલ અગ્નિ વડે તુલ્ય છે. તેથી તત્ત્વથી તમારા દ્વારા અભિમત બ્રાહ્મણોને બ્રાહ્મણ્ય નથી. તેના અભાવે સ્વ કે પરના ઉદ્ધરણને પાત્ર નથી.
તમારા અભિપ્રાયથી બ્રાહ્મણ કોણ છે? જેને લોકમાં બ્રાહ્મણ કહે છે, કુશલો વડે પ્રતિપાદિત છે. જેમ અગ્નિ સર્વકાળ પૂજિત થાય છે. તે ઉપસંહાર કહે છે – તત્ત્વને જાણનારે કહેલ, તે કુશલસંદિષ્ટ, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. લોકમાં વિજ્ઞએ ઉપદિષ્ટ છે, તે જ વસ્તુ સ્વીકારવા યોગ્ય થાય છે. તેથી હવેના સૂત્રો વડે જે કુશલસંદિષ્ટ તત્ત્વનું સ્વરૂપ જ ક્યારેક કંઈક સ્વાભિમત અનુવાદ છે તે બ્રાહ્મણત્વ કહે છે–
જે સ્વજનોમાં આસક્તિ કરતા નથી, ક્યારે? સ્વજનાદિ સ્થાનો પ્રાપ્ત કરીને, કે તેઓ આવે ત્યારે અને જાય ત્યારે શોક કરતા નથી કે આમના વિના મારું શું થશે? તે જ તીર્થકરના વચન - આગમમાં રત રહે છે. અર્થાત્ સર્વત્ર નિઃસ્પૃહત્વથી આગમના અર્થમાં અનુષ્ઠાન પરપણાથી તેમાં રતિવાળા થાય છે. અથવા પ્રવ્રજ્યા પર્યાયથી ગાહર્સ્થ પર્યાપ્તને આવેલા જોઈને રાગવાળા થાય. તથા પ્રવ્રજ્યાને ગ્રહણ કરતાં ખેદ ન પામે, પણ આ મનુષ્ય જન્મનું ફળ છે એમ માનતા તે જલદીથી જ અભિનિષ્ક્રમણ કરે છે.
જેમ જાત રૂપ સુવર્ણ મહાર્થ છે, તેમ મુક્તિરૂપ પ્રયોજન પણ મહાર્થ છે. તથા નિર્ધ્યાત - ભસ્મ કરાયેલ મલની જેમ આત્માના વિશુદ્ધ સ્વરૂપ ધાતીપણાથી પાપ જ પાપક છે. જેનાથી આ નિર્ધ્માતમલ પાપક છે. વળી બીજું - રાગ એટલે પ્રતિબંધ રૂપ અને દ્વેષ - અપ્રીતિરૂપ, ભય - તે ઈહલોક ભયાદિ, તેને કાઢી મૂકેલ છે તે રાગાદિ રહિત છે. જાતરૂપ સુવર્ણનો બાહ્ય ગુણ તે તેજનો પ્રકર્ષ છે અને અગ્નિ વડે નિર્ઘ્યાત મલને અંતરગુણ છે. તેથી જાત્યરૂપની માફક બાહ્ય અભ્યંતર ગુણયુક્ત અર્થાત્ રાગાદિ રહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ત્રસ પ્રાણીને જાણીને સંક્ષેપથી અને વિસ્તારથી તથા સ્થાવર એટલે પૃથ્વી આદિને અથવા સંગ્રહાય તે સંગ્રહ - વર્ષાકલ્પાદિ, તે હેતુથી જીવરક્ષાર્થત્વથી તેને અને ચ શબ્દથી સ્થાવરોને ન હણે. આવી હિંસા મન, વચન, કાયાના યોગથી ન કરે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે ક્રોધાદિથી જૂઠું બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. માનનું ક્રોધ અને માયાનું લોભ ઉપલક્ષણ છે. કેમકે તે પ્રાયઃ તેના સહચારી છે - X - X - સચિત્ત તે દ્વિપદ આદિ, અચિત્ત તે સ્વર્ણ આદિ, અલ્પ તે સંખ્યાના પ્રમાણથી સ્તોક અથવા બહુ-પ્રચૂર, તે અદત્તને ગ્રહણ ન કરે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - X -
દેવના વિષયપણાથી દિવ્ય, મનુષ્યના વિષયપણાથી માનુષ, તિર્યંચમાં થાય તે તૈરશ્ચ, એવા મૈથુનને જે સેવતા નથી. કઈ રીતે? મનથી - ચિત્ત વડે, કાયાથી - શરીર વડે, વાક્યથી - વચન વડે, તે બ્રાહ્મણ છે.
જેમ કમળ જળમાં ઉત્પન્ન થઈ, તેનો પરિત્યાગ કરી, ઉપર રહેવા છતાં જળથી લેપાતું નથી. તેમ જે મનોજ્ઞ શબ્દાદિ વડે લેપાતા નથી, ભલે બાલ્યપણાથી તેના વડે જ વૃદ્ધિ પામે છે અને તેની મધ્યે જ ઉત્પન્ન થાય છે, તો પણ નથી લેપાતા, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - X -.
આ મૂલગુણના યોગથી તાત્વિક બ્રાહ્મણપણાને જણાવીને હવે ઉત્તરગુણના યોગથી તેને કહીએ છીએ - જે આહારાદિમાં લંપટ નથી, મુધાજીવી - અજ્ઞાન ઉંછ માત્ર આજીવિકાવાળા છે, અણગાર, અકિંચન છે. ગૃહસ્થો સાથે અસંબદ્ધ છે, આના વડે પિંડવિશુદ્ધિ રૂપ ઉત્તરગુણ યુક્તત્વ કહ્યું. ઉક્ત ગુણવાળાને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
માતા આદિ પૂર્વ સંબંધ, શ્વશૂર આદિ જ્ઞાતિ સંબંધ, બાંધવો આદિનો ત્યાગ કરીને જે ભોગમાં આસક્ત નથી તેને બ્રાહ્મણ કહીએ છીએ. આના વડે અતિ નિસ્પૃહતાના અભિધાનથી ઉત્તરગુણો કહ્યા.
કદાચ જો આ વેદ અધ્યયન અને યજન ભવથી રક્ષણ કરનાર બને તો તેના યોગથી પાત્રભૂત બ્રાહ્મણ થાય, પણ તમે કહેલ રીતે નહીં. પશુઓનો વિનાશ કરવાને માટે બંધાય તે પશુબંધ, પાપના હેતુભૂત પશુબંધ આદિ અનુષ્ઠાનથી હરિકેશીય અધ્યયનમાં ઉક્ત વિધિ વડે વેદના અધ્યેતા કે યજ્ઞકર્તા તમારું રક્ષણ કરી શકતા નથી. કેમકે તેના વડે જ હિંસાદિ પ્રવર્ત્તનથી દુરાચાર છે. કેમકે તે જ્ઞાનાવરણાદિ કર્મો દુર્ગતિમાં લઈ જવાને માટે સમર્થ છે. તે તમારા બોધ મુજબ વેદાધ્યયનમાં અને યજ્ઞમાં થાય છે. અહીં દુર્ગતિના હેતુપણાથી સ્વર્ગના હેતુપણાનો અપલાપ થાય છે, તે પણ કહી દીધું. - X - X -.
આ પ્રમાણે આ બધાંના યોગથી બ્રાહ્મણ પાત્રભૂત થતાં નથી. પરંતુ અંતર અભિહિત ગુણ જ પાત્રભૂત થાય છે.
માત્ર મુંડિત - કેશને દૂર કરવાપણાથી જેનું મન સમ નથી, તે શ્રમણ ન કહેવાય. ૐ કાર ઉપલક્ષણથી ‘ૐ ભૂર્ભુવઃ’ ઈત્યાદિ માત્ર ઉચ્ચારણ રૂપથી બ્રાહ્મણ ન થાય. અરણ્યવાસ માત્રથી કોઈ મુનિ ન થાય. દર્ભ વિશેષના વસ્ત્રો તે વલ્કલ પહેરવા માત્રથી કોઈ તાપસ ન થાય. - X - તો પછી આ બધું કઈ રીતે સંભવે છે?
રાગ-દ્વેષના અભાવરૂપ સમપણાથી શ્રમણ થાય, બ્રહ્મમાં ચરવું તે બ્રહ્મચર્ય. બ્રહ્મ બે ભેદે છે - શબ્દ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત તે પરબ્રહ્મને પામે છે. આ પરબ્રહ્મમાં વરિષ્ઠ જે પૂર્વે અહિંસાદિ કહ્યા, તે રૂપ જ બ્રહ્મ કહેવાય છે, તેના વડે બ્રાહ્મણ થાય છે. જ્ઞાનથી - હિત અને અહિતના બોધથી મુનિ થાય છે. બાહ્ય અભ્યંતર તપના ભેદથી તાપસ થાય છે. સર્વથા અભિધાન અન્યથા અનુપપત્તિ હેતુથી કહેલ છે.
કર્મથી - ક્રિયાથી બ્રાહ્મણ થાય છે. કહે છે કે – ક્ષમા, દાન, દમ, ધ્યાન, સત્ય, શૌચ, ધૃતિ, દયા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય એ બ્રાહ્મણના લક્ષણ છે. કર્મથી - ક્ષતત્રાણ લક્ષણથી ક્ષત્રિય થાય છે. કર્મથી - કૃષિ, પશુપાલનાદિથી વૈશ્ય થાય છે. કર્મથી - શોચન આદિ હેતુ પ્રૈષાદિ સંપાદન રૂપ શુદ્ર થાય છે. કર્મના અભાવે બ્રાહ્મણાદિ વ્યપદેશ યોગ્ય નથી. - X - X -
શું આ બધું તમારી બુદ્ધિથી કહો છો? ના, અનંતરોક્ત અહિંસાદિ અર્થને બદ્ધ - તત્ત્વના જ્ઞાતાએ પ્રગટ કરેલ છે. આત્માને નિર્મળ કરનાર વડે પ્રકાશના હેતુથી અહિંસાદિ ધર્મ જેનાથી થાય છે તે, કેવલી - સર્વકર્મથી વિનિર્મુક્ત, તે અભિહિત ગુણને અથવા તત્ત્વથી સ્નાતકને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે – ઉક્ત પ્રકારના ગુણોથી અહિંસા આદિ યુક્ત. એટલે કે ગુણ સમાયુક્ત જે હોય છે, તે દ્વિજોત્તમ - બ્રાહ્મણપ્રધાન સંસારથી ઉદ્ધરવાને સમર્થ છે. અર્થાત્ મુક્તિપદમાં સ્થાપવાને પોતાને અને બીજાને માટે સમર્થ છે.
૦ જયઘોષ મુનિએ આમ કહ્યા પછી –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati