Uttarajjhayana 1330
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1330
- Language
- Gujarati
1330
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૯૭ થી ૧૦૦૦ [૨૫/૯૯૭ થી ૧૦૦૦]
[૯૯૭] આ પ્રમાણે સંશય નષ્ટ થતાં વિજયઘોષ બ્રાહ્મણોએ મહામુનિ જયઘોષની વાણીને સમ્યક્ રૂપે સ્વીકારી.
[૯૯૮] સંતુષ્ટ થયેલા વિજયઘોષે હાથ જોડીને કહ્યું – તમે મને યથાર્થ બ્રાહ્મણત્વનો ઘણો સારો ઉપદેશ આપ્યો.
[૯૯૯] તમે યજ્ઞોના યષ્ટા છો, વેદના જ્ઞાતા વિદ્વાન છો. જ્યોતિષ્ના અંગોના જ્ઞાતા છો, તમે જ ધર્મોના પારગામી છો.
[૧૦૦૦] તમે તમારો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો. તેથી હે ભિક્ષુ શ્રેષ્ઠ! આ ભિક્ષા સ્વીકાર કરીને અમારા ઉપર અનુગ્રહ કરો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit