Pramāṇa · Search · About · API

Uttarajjhayana 133

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 133

Language
Gujarati

133

વિવેચન–૪૧
આચાર્ય, ઉપાધ્યાયાદિ અનુશાસન ઉદાસીનતાથી કોપને પામે તો તેમના કોપને જાણીને, જેનું પ્રયોજન પ્રતીતિ છે તે પ્રાતીતિક - શપથ આદિ, પ્રસન્ન કરે. - X - X - તેના કારણોને દૂર કરે, પ્રતીતિ ઉત્પાદક વચન વડે તેમને પ્રસન્ન કરે. ભેદ કે દંડની યુક્તિથી નહીં પણ ‘શ્યામ’ યુક્તિ વડે પ્રીતિ પમાડે. કંઈક ઉદીરિત કોપ અગ્નિને ઉપશાંત કરે. અંતરની પ્રીતિ વડે અંજલિ જોડીને અથવા પ્રકૃષ્ટ ભાવયુક્તપણાથી અંજલિ કરીને રહે. અહીં કાયિક અને માનસિક ઉપશાંત કરણના ઉપાય કહીને વાચિક ઉપાય કહે છે – કંઈક કોપેલ ગુરુને ઉપશાંત કરવા કહે છે – હે ભગવન્‌! મારા આ પ્રમાદ આચરિતની ક્ષમા કરો, ફરી હું આવું આચરણ કરીશ નહીં.
હવે નિરપવાદપણે આચાર્યને કોપ થાય જ નહીં, તે કહે છે –

Linked texts (2)