Uttarajjhayana 1331
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1331
- Language
- Gujarati
1331
વિવેચન–૯૯૭ થી ૧૦૦૦
પૂર્વે બતાવેલા સંશયો દૂર થતાં તે વિજયઘોષ નામક બ્રાહ્મણે જયઘોષ મુનિએ કહેલ અર્થને સમ્યગ્ રીતે ગ્રહણ કરીને - અવધારીને આ મારો ભાઈ છે, આ મહામુનિ છે એમ જાણીને શું કરે છે? સંતુષ્ટ થાય છે, ઈત્યાદિ. - X - X - આ મારો સહોદર છે, એમ જાણીને સંતુષ્ટ થયેલ વિજયઘોષે બે હાથ જોડીને આ પ્રમાણે કહ્યું - બ્રાહ્મણત્વનો યથાવસ્થિત શોભન ઉપદેશ આપ્યો. તમે યજ્ઞોના યષ્ટાર છો. તમે જ વેદજ્ઞ છો, વિદ્વાન છો. અથવા હે યથાવસ્થિત વસ્તુવેદી! તમે જ્યોતિષાંગવિદ્ છો. સદાચારોના પારગ છો. આપે તત્ત્વવેત્તાપણાથી સર્વશાસ્ત્ર વારિધિ પારદર્શિત્વથી સદાચારનો નિર્વાહ કરેલ છે. તમે તાત્વિક ગુણયુક્તપણાથી સમર્થ છો. તો આ ભિક્ષા ગ્રહણ કરી હે તપસ્વી! અમારા ઉપર ઉપકાર કરો.
એ પ્રમાણે બ્રાહ્મણે કહેતા મુનિ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati