Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1343

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1343

Language
Gujarati

1343

વિવેચન–૧૦૦૭
સમ આચરણ તે સમાચાર, તેમાંથી સામાચારી શબ્દ નિષ્પન્ન કર્યો છે. સામાચારી ‘યતિજનને કર્તવ્યતારૂપ’ તે હું કહીશ. તે બધાં જ શારીરિક, માનસિક અસાતાની મુક્તિનો હેતુ છે. તેથી જ આ સામાચારી આરાધીને નિર્ગ્રન્થો સંસાર સાગરને તરી ગયા છે અને મુક્તિ પામે છે. ઉપલક્ષણથી તરે છે અને તરશે. હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે –

Linked texts (2)