Uttarajjhayana 1347
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1347
- Language
- Gujarati
1347
વિવેચન–૧૦૧૧ થી ૧૦૧૩
(૧) તેવા કોઈ કારણે બહાર નીકળવું આવશ્યક હોય તો ‘આવશ્યકી’ કરવી. (૨) જેમાં રહેવાય તે સ્થાન-ઉપાશ્રય. તેમાં પ્રવેશતા નૈષેધિકી કરવી, નિષેધ એટલે પાપ અનુષ્ઠાનોથી આત્માનું પાછા ફરવું, તેમાં થાય તે નૈષેધિકી, આત્મના નિષિદ્ધત્વથી આ સંભવે છે.
(૩) આપૃચ્છના - બધાં કાર્યોમાં વ્યાપેલ પૃચ્છના. ‘હું આમ કરું કે નહીં?’ કોઈ વિવક્ષિત કાર્યનું નિર્વર્તન સ્વયં કરવું તે. (૪) પ્રતિ-પૃચ્છના - બીજાના પ્રયોજન વિધાનમાં, ગુરુએ નિયુક્ત છતાં ફરી પ્રવૃત્તિકાળમાં પ્રતિપૃચ્છના કરવી. તે કદાચ બીજા કાર્યનો પણ આદેશ આપે. ઉપલક્ષણથી સ્વ-પર બંને કરણમાં. ઉચ્છ્વાસ નિઃશ્વાસને છોડીને બધાં કાર્યોમાં પણ સ્વ-પર જે હોય તેમાં ગુરુને પૂછીને કરવું. - X - X -.
(૫) છંદણા - તથાવિધ અશનાદિ દ્રવ્ય વિશેષથી જે પૂર્વ ગૃહીત હોય તેને માટે નિમંત્રણા કરવી. (૬) ઈચ્છાકાર - સ્વકીય અભિપ્રાયતા થી તે કાર્યને કરવું તે૦ સારણ-ઔચિત્યથી પોતાનું કે બીજાનું કૃત્ય હોય તે પ્રતિ પ્રવર્તવું. તેમાં આત્મ સ્મારણમાં - આપની ઈચ્છા હોય તો આપે કરવાનું આ કાર્ય હું કરું, બીજાના સ્મારણમાં - મને પાત્ર લેપનાદિ જો આપને ઈચ્છા હોય તો કરો. - X - X -.
(૭) મિથ્યાકાર - આ મિથ્યા છે, તેવો સ્વીકાર કરવો, તે આત્મનિંદા - ‘તે વિતથ આચરણમાં મને ધિક્કાર છે કે મેં આ કર્યું, એમ આત્માની નિંદા કરે. કેવી રીતે? જિનવચનોથી જાણીને. (૮) તથાકાર - આ આમ છે તેવું સ્વીકારવું. કયા વિષયમાં? ગુરુની વાચનાદિમાં - X -.
(૯) અભ્યુત્થાન - આભિમુખ્યતાથી ઉત્થાન, શેમાં? ગુરુ પૂજામાં, તે ગૌરવને યોગ્ય - આચાર્ય, ગ્લાન, બાલ આદિને માટે યથોચિત આહાર, ભૈષજ આદિનું સંપાદન, સામાન્ય અભિધાનમાં અભ્યુત્થાન નિમંત્રણા રૂપે જ ગ્રહણ કરાય છે. (૧૦) ઉપસંપદા - આટલો કાળ અમે આપની પાસે રહીશું, તેમ સમીપે રહેવું. આ જ્ઞાનાદિ ભેદથી ત્રણ પ્રકારે છે - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં. એમ દશ ભેદે સામાચારી છે.
આના વડે શિષ્યોએ સદા ગુરુના ઉપદેશથી જ રહેવું તેવું અર્થથી કહેલ છે. દશવિધ સામાચારી કહીને ઓઘ સામાચારી કહે છે–
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati