Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1349

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1349

Language
Gujarati

1349

વિવેચન–૧૦૧૪ થી ૧૦૧૬
સૂર્યના ઉગ્યા પછી પહેલાં ચતુર્ભાગમાં, તે કિંચિત્‌ ન્યૂન હોવા છતાં ચતુર્ભાગ કહેવાય છે. જેને પાદોન પૌરુષી કહે છે. તેમાં પાત્રા આદિ ઉપકરણને ચક્ષુ વડે નિરીક્ષણ કરીને પ્રમાર્જે. પડિલેહણા કર્યા પછી ગુરુ - આચાર્યાદિને નમસ્કાર કરીને, અંજલિ જોડીને - મારે આ સમયે શું કરવું જોઈએ? ગુરુ મનમાં સ્વાધ્યાય કે વૈયાવચ્ચમાં જોડવા ઈચ્છતા હોય તે કહે - હું તેમાં જોડાવા તૈયાર છું. વૈયાવચ્ચ - ગ્લાનાદિ વ્યાપારમાં કે સ્વાધ્યાયમાં? પાત્રા પડિલેહીને ગુરુને પૂછે. અહીં ધર્મદ્રવ્યના ઉપાર્જન હેતુત્વથી મુખવસ્ત્રિકા, વર્ષાકલ્પ આદિ અહીં ભાંડક કહેવાય છે. તેનું પડિલેહણ કરીને, વાંદીને ગુરુને પૂછે.
એ પ્રમાણે પૂછીને જે કર્તવ્ય છે, તે કહે છે – વૈયાવૃત્ત્યમાં નિયુક્ત તે વૈયાવચ્ચ, શરીરના શ્રમને વિચાર્યા વિના અગ્લાનીથી કરે. સ્વાધ્યાયમાં નિયુક્ત હોય તો સર્વ દુઃખ વિમોક્ષક કેમકે સર્વ તપકર્મમાં પ્રધાન હોવાથી સ્વાધ્યાયને અગ્લાનપણે કરે. આ સર્વ ઓઘ સામાચારીના મૂળત્વથી પ્રતિલેખનાનો તે કાળ સદા વિધેયત્વથી ગુરુ પારતંત્ર્યને જણાવીને હવે ઔત્સર્ગિક દિનકૃત્ય કહે છે –

Linked texts (2)