Uttarajjhayana 1351
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1351
- Language
- Gujarati
1351
વિવેચન–૧૦૧૭, ૧૦૧૮
ચાર ભાગ કરીને પછી મૂલગુણની અપેક્ષાથી ઉત્તરગુણ રૂપ - સ્વાધ્યાય આદિ તત્કાળ ઉચિત કરે. દિવસના કયા ભાગમાં કયા ઉત્તર ગુણોને આરાધે, તે કહે છે – પહેલી પોરિસીમાં સ્વાધ્યાય - વાચનાદિ કરે. તે સૂત્રપોરિસીમાં કરે કે અહોરાત્રમાં કરે? બીજી પોરિસીમાં ધ્યાન કરે. અહીં અર્થ પોરિસીથી ધ્યાન એટલે અર્થ વિષયક માનસ આદિ વ્યાપાર કરે. અથવા ધ્યાન કરે. અહીં પ્રતિલેખના કાળને અલ્પત્વથી વિવક્ષિત કર્યો નથી. ત્રીજામાં ભિક્ષાચર્યા, ચોથામાં સ્વાધ્યાય કરે. અહીં ત્રીજામાં ભિક્ષાચર્યામાં ભોજન, બહાર જવું આદિ સમાવિષ્ટ છે. બીજા તેમાં પડિલેહણ, સ્થંડિલ પ્રત્યુપેક્ષણાદિ ગ્રહણ કરે છે.
કાળની અપેક્ષાથી ખેતી આદિ માફક બધાં અનુષ્ઠાનોનું સ-ફળત્વ બતાવવા ઉક્ત વિધાન છે. જે કહ્યું કે – પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરે, તેના પરિજ્ઞાનાર્થે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati