Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1353

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1353

Language
Gujarati

1353

વિવેચન–૧૦૧૯ થી ૧૦૨૧
સાત અહોરાત્રથી દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. અહીં સાર્દ્ધ સપ્તરાત્રિ લેવું. કેમકે પક્ષથી બે અંગુલ વૃદ્ધિ કહી છે. કેટલાંક માસમાં ચૌદ દિવસનો પક્ષ પણ સંભવે છે. તેમાં સાત અહોરાત્રથી પણ અંગુલ વૃદ્ધિ - હાનિમાં કોઈ દોષ નથી. - X - X - અષાઢાદિ પ્રત્યેકના કૃષ્ણ પક્ષમાં અવમ - ન્યૂન, એક-એક અહોરાત્ર કહ્યા.
એ પ્રમાણે એક દિવસ ઘટતાં ચૌદ દિવસનો એક કૃષ્ણ પક્ષ થાય. આ પોરિસી પ્રમાણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ ગણનામાં ફેરફાર છે, તે સૂર્ય પ્રજ્ઞપ્તિના વ્યાખ્યાનથી જાણવો. - X - X - X - અહીં પહેલી પોરિસીમાં ઉપલક્ષણથી પ્રતિલેખના પણ કહી. પાદન્યૂન તેના કાળપણાથી છે, તે જણાવે છે.

Linked texts (2)