Uttarajjhayana 1357
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1357
- Language
- Gujarati
1357
વિવેચન–૧૦૨૩, ૧૦૨૪
માત્ર દિવસમાં જ નહીં, રાત્રિમાં પણ. બીજી પોરિસીમાં ધ્યાન ધ્યાવે. સૂત્રના સૂક્ષ્માર્થ રૂપ અથવા પૃથ્વી, વલય, દ્વીપ, સાગર, ભવન આદિનું ધ્યાન કરે. ત્રીજી પોરિસીમાં નિદ્રામોક્ષ કરે અર્થાત્ સૂવે. સામસ્ત્ય અર્થથી વિચારતા પહેલાં અને છેલ્લાં પ્રહરમાં જાગરણ જ કરે.
શયનવિધિ આ પ્રમાણે છે – બહુ પ્રતિપૂર્ણ પોરિસીમાં ગુરુની પાસે જઈને કહે છે – હે ક્ષમાશ્રમણ! હું યાપનીયતા અને નૈષેધિકી પૂર્વક મસ્તક વડે વંદન કરવાને ઈચ્છું છું. પોરિસી ઘણી પ્રતિપૂર્ણ થઈ છે, રાત્રિ સંથારા માટેની મને અનુજ્ઞા આપો. ત્યારે પહેલા કાયિકી ભૂમિમાં જાય છે. ત્યારપછી જ્યાં સંસ્તારક ભૂમિ છે, ત્યાં જાય છે. પછી ઉપધિને ઉપયોગપૂર્વક પ્રમાર્જે છે, ઉપધિની દોરી છોડે છે. પછી સંથારો, ઉત્તરપટ્ટો પડિલેહીને બંનેને એકત્ર કરી ખોબામાં રાખે છે, પછી સંથારા ભૂમિ પ્રમાર્જે છે. પછી સંથારાને પહોળો કરી, ઉત્તરપટ્ટા સહિત પાથરે છે. પછી ત્યાં રહીને મુહપત્તિથી ઉપરની કાયાને પ્રમાર્જે છે. અધોકાયાને રજોહરણથી પ્રમાર્જે છે. વસ્ત્રોને ડાબા પડખે રાખે છે. પછી સંથારા ઉપર બેસીને આમ બોલે છે –
નિકટ રહેલ હે જ્યેષ્ઠ આર્યો! અનુજ્ઞા આપો. પછી ત્રણ વખત સામાયિક સૂત્ર બોલીને સૂવે છે. સંથારાની અનુજ્ઞા આપો. કેવી રીતે? બાહુનું ઓશીકું કરે, ડાબા પડખે સૂવે, કુકડીની જેમ પગ પ્રસારે, જો તેમ ન કરી શકે તો ભૂમિની પ્રમાર્જના કરે. સંદંશક - સાંધા સંકોચે ત્યારે પ્રમાર્જે, ઉદ્વર્તન કરે ત્યારે કાયાની પ્રતિલેખના કરે. જ્યારે જાગે ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ કરે, પછી શ્વાસને નિરોધીને આલોકન કરે.
હવે રાત્રિના ચોથા ભાગના પરિજ્ઞાનનો ઉપાય દર્શાવીને સમસ્ત યતિકૃત્ય કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati