Uttarajjhayana 1361
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1361
- Language
- Gujarati
1361
વિવેચન–૧૦૨૭ થી ૧૦૪૪/૧
અહીં સાડા સત્તર સૂત્રોનો અર્થ કહ્યો. દિવસની પહેલી પોરિસીમાં સૂર્યોદય સમયે વર્ષાકલ્પ આદિ ઉપધિનું પડિલેહણ કરે. પાદોન પોરિસીમાં ભાજન-પાત્ર પ્રતિલેખના કરે, સ્વાધ્યાય વિરમણ કાળમાં, કાળનું પ્રતિક્રમણ કર્યા વિના, તેને પ્રતિક્રમવા કાયોત્સર્ગ ન કરીને ઈત્યાદિ૦
પ્રતિલેખના વિધિ કહે છે – મુખવસ્ત્રિકા પડિલેહીને ગુચ્છા - પાત્રના ઉપરીવર્તી ઉપકરણને પડિલેહે. - X - પછી પડલા રૂપ વસ્ત્રને પડિલેહે. પડલાને ગુચ્છા વડે પ્રમાર્જીને પછી શું કરે? તે કહે છે – કાયાથી ઉત્કુટુક આસને બેસીને, વસ્ત્રને તીરછુ પ્રસારે, દૃઢ પકડી રાખે, ત્વરા રહિતપણે પડલાનું કે વર્ષા કલ્પાદિની પ્રત્યુપેક્ષણા કરે. તેમાં આર-પાર નિરીક્ષણ કરે. પ્રસ્ફોટના ન કરે. ઉર્ધ્વાદિ પ્રકારે પડિલેહે અન્યથા નહીં. તેમાં જો જંતુને જુએ તો યતના વડે અન્યત્ર સંક્રમે. બીજી વખતમાં પ્રસ્ફોટના કરે. ત્રીજામાં પ્રમાર્જના કરે.
પ્રસ્ફોટનાદિ કઈ રીતે કરે? શરીર કે વસ્ત્રને નચાવે નહીં. પોતાને કે વસ્ત્રને વાળે નહીં. અનુબંધ - સાથે સાથે વસ્ત્રોની પડિલેહણા ન કરે, વિભાગ કરીને કરે. ઉર્ધ્વ, અધો કે તીરછો આમર્શ ન થાય, ભીંત આદિને સ્પર્શ ન થાય, તે રીતે પડિલેહણ કરે.
છ પૂર્વા - પૂર્વે ક્રિયમાણપણાથી તીરછું કરેલ વસ્ત્રના પ્રસ્ફોટન રૂપ ક્રિયા વિશેષ જેમાં છે તે. નવખોટકા - શાસ્ત્ર પ્રસિદ્ધ સ્ફોટન રૂપ કરવી જોઈએ. કુંથુ આદિ જીવોને શોધવા જોઈએ. - X - X - પ્રતિલેખનાના દોષોનો પરિહાર કરવા માટે કહે છે –
(૧) આરભટા - વિપરીત પડિલેહણ કરવું, ત્વરિત કે અન્યાન્ય વસ્ત્ર ગ્રહણથી આ થાય છે. (૨) સંમર્દન - વસ્ત્રના ખૂણા હવાથી હલે તેમ પડિલેહણ કરે અથવા ઉપધિ ઉપર મૂકવા. (૩) મોસલિ - તીરછું ઉર્ધ્વ કે અધો અન્ય વસ્ત્રને સ્પર્શે. (૪) પ્રસ્ફોટના - ધૂળ વગેરેથી યુક્ત વસ્ત્રને ઝાટકવું. (૫) વિક્ષિપ્તા - પડિલેહણ કરેલ વસ્ત્રને બીજા અપડિલેહિત વસ્ત્રમાં રાખી દેવું. પડિલેહણ કરતી વેળાએ વસ્ત્રના છેડાને ઉંચો ફેંકવો. (૬) વેદિકા - તેના પાંચ ભેદ છે – ઉર્ધ્વ વેદિકા, અધોવેદિકા, તીરછી વેદિકા, દ્વિઘાતો વેદિકા અને એકતો વેદિકા. તે અનુક્રમે આ પ્રમાણે છે – ઘુંટણની ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરે. નીચે રાખીને પડિલેહણ કરે. સાંધાની વચ્ચે હાથ રાખીને પડિલેહણ કરે. બંને હાથની વચ્ચે ઘુંટણ કરીને પડિલેહે. એક ઘુંટણ હાથ મધ્યે અને બીજો બહાર રાખીને પડિલેહણ કરે. પડિલેહણાના આ છ દોષોનો ત્યાગ કરવો.
(૧) પ્રશિથિલ - વસ્ત્રને ઢીલું પકડવું. (૨) પલંબ - વસ્ત્રને એવી રીતે પકડવું કે જેથી તેના ખૂણા લટકતાં રહે. (૩) લોલ - પડિલેહણ કરાતા વસ્ત્રનો ભૂમિ કે હાથથી સંઘર્ષણ કરવું. (૪) એકામર્શ - વસ્ત્રને વચ્ચેથી પકડીને એક દૃષ્ટિમાં જ આખા વસ્ત્રને જોઈ લેવું. (૫) અનેક રૂપે ધૂનના - વસ્ત્રને અનેકવાર ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે એક વારમાં જ ઝાટકવું. (૬) પ્રમાણપ્રમાદ - પ્રસ્ફોટન અને પ્રમાર્જનનું જે પ્રમાણ બતાવેલ છે તેમાં પ્રમાદ કરવો. (૭) ગણનોપગણના - પ્રસ્ફોટન અને પ્રમાર્જનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકાના કારણે હાથની આંગળીઓની પર્વરેખાથી ગણના કરવી. અહીં ત્રણ વિશેષણ પદો વડે આઠ ભંગો સૂચવેલા છે. આમાં કયો ભંગ શુદ્ધ છે અને કયો અશુદ્ધ છે? અન્યૂન, અનતિરિક્ત અને અવિપરીત આ એક જ ભંગ શુદ્ધ કહ્યો. આ ત્રણ ભંગોના સંયોગથી આઠ ભંગો થાય છે. જેમકે બીજો ભંગ અન્યૂન, અનતિરિક્ત, વિપરીત. એ પ્રમાણે સ્વબુદ્ધિથી વિચારી લેવું. આ પ્રમાણે શુદ્ધ પડિલેહણ કરતા બીજું શું પરિહરવું?
પરસ્પર સંભાષણ, જનપદ કથા, સ્ત્રી આદિ કથાને છોડવી. બીજાને પ્રત્યાખ્યાન ન આપવું. વાચના લેવી નહીં કે આપવી નહીં. શા માટે આ પ્રતિબંધો ક્યા? પ્રતિલેખનામાં ઉક્ત કારણો પ્રમાદ થતાં પૃથ્વીકાય, અપ્કાય આદિ છ એ કાયોની વિરાધના સંભવે છે. - X - X - આના વડે જીવરક્ષાર્થત્વથી પ્રતિલેખનાના કાળે હિંસા હેતુપણાથી ઉક્ત દોષ ન સેવવા કહ્યું.
આ પ્રમાણે પહેલી પોરિસીના કૃત્યો કહ્યા. હવે બીજી પોરિસીના કૃત્યો કહેવાનો અવસર છે. બીજી પોરિસીમાં ધ્યાન કરવાનું કહ્યું. આ બંને અવશ્ય કરવા જોઈએ. હવે ત્રીજી પોરિસીમાં ભિક્ષા ચર્યાદિ કહ્યા. આ ઔત્સર્ગિક વચન છે. અન્યથા સ્થવિર કલ્પિકોને યથાકાળ ભોજનાદિ ગવેષણા કહી છે. છમાંના કોઈપણ કારણ ઉત્પન્ન થતાં ભિક્ષા ચર્યા કરે, કારણોત્પત્તિ વિના ન કરે. - X - X - આવા છ કારણો કહ્યા, તે આ પ્રમાણે છે –
(૧) વેદના - ભૂખ, તરસની વેદનાના ઉપશમન માટે, ભૂખ અને તરસથી પીડિત સાધુ ગુરુ આદિની વૈયાવચ્ચ ન કરી શકે માટે. (૨) વૈયાવચ્ચ માટે. (૩) ઈર્યા સમિતિ - નિર્જરાર્થી તેનું પાલન કરવું અર્થપૂર્ણ છે.
ભૂખ-તરસથી પીડિત ચક્ષુ વડે બરાબર ન જોઈ શકે તો ઈર્યા સમિતિ કેમ પાળી શકે? (૪) સંયમના પાલન માટે - આકુલિતને સચિત્તા-હારથી તેનો વિઘાત થાય. (૫) પ્રાણ - જીવન નિમિત્તે, અવધિથી પ્રાણના અપક્રમણમાં હિંસા થાય. (૬) ધર્મચિંતાર્થે - શ્રુતધર્મની ચિંતાને માટે, તે આકુલિત ચિત્તથી ન થાય, તે માટે અપહાર-પાનની ગવેષણા કરે.
આ કારણોની ઉત્પત્તિમાં શું અવશ્ય ભોજન-પાન ગવેષણા કરે કે ન કરે? ધર્મચરણ પ્રતિ ધૃતિમાન નિર્ગ્રન્થ, તપસ્વી તે ભક્તપાન ગવેષણા ન પણ કરે. તેના પણ છ કારણો આગળ કહેશે. - X - X -
(૧) આતંક - જ્વર આદિ રોગમાં, (૨) ઉપસર્ગ - ક્યારેક સ્વજન આદિ દ્વારા ઉપસર્ગ થાય અથવા વિમર્શાદિ હેતુથી દેવાદિ ઉપસર્ગ કરે. તેના નિવારણાર્થે ભોજન ન કરે. (૩) તિતિક્ષા - સહન કરવાના હેતુભૂતપણે, કયા વિષયમાં? બ્રહ્મચર્ય ગુપ્તિમાં, તે અન્ય રીતે સહન કરવું શક્ય નથી. (૪) પ્રાણી દયા હેતુ - વર્ષાદિમાં આહારાર્થે નીકળે તો અપ્કાયાદિની વિરાધના સંભવે છે. (૫) તપને માટે - ઉપવાસ આદિ કરવા.
(૬) શરીરના વિચ્છેદને માટે - ઉચિત કાળે સંલેખના, અનશન કરવા દ્વારા ભોજન, પાનની ગવેષણા ન કરે.
કઈ વિધિથી કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે? પહેલાં ચક્ષુ આદિથી પડિલેહણા કરે, પછી તે ઉપકરણ ગ્રહણ કરે. સામાન્યથી માત્ર પ્રત્યુ-પેક્ષણા ન કરે પણ તેની પ્રમાર્જના પણ કરે. ઉપકરણાદિ લઈને, અર્ધયોજનને આશ્રીને ક્ષેત્રમાં અશનાદિ ગ્રહણ કરે. જે પ્રદેશમાં વિચરણ કરે તે વિહાર, તેમાં મુનિ વિચરણ કરે. આ પ્રમાણે વિચરીને ઉપાશ્રયે આવીને ગુરુ સન્મુખ આલોચના કરીને ભોજનાદિ કરીને જે કરે છે, તે કહે છે–
ચોથી પોરિસીમાં પ્રત્યુપેક્ષણા પૂર્વક પાત્રને બાંધીને સ્વાધ્યાય કરે, આ સ્વાધ્યાય જીવાદિના સર્વભાવનો પ્રકાશક છે. પોરિસીના ચોથા ભાગમાં વાંદીને - સ્વાધ્યાયકરણ પછી આચાર્યાદિ પાસે કાળ પ્રતિક્રમીને પછી શય્યા - વસતિની પ્રતિલેખના કરે.
પછી પ્રશ્રવણ અને ઉચ્ચાર ભૂમિની પ્રત્યેકની બાર-બાર સ્થંડિલ ભૂમિ રૂપ પડિલેહણા કરે. કોણ? યતિ - જે રીતે આરંભીને વિરમે અથવા જયણાવાળા થાય તે યતિ.
એ પ્રમાણે સત્તાવીશ સ્થંડિલની પડિલેહણા પછી સૂર્યનો અસ્ત થાય છે. - X - X - X - આ પ્રમાણે ૧૭|| સૂત્રનો અર્થ કહ્યો. આ પ્રમાણે વિશેષથી દિનકૃત્ય જણાવીને હવે તે પ્રમાણે રાત્રિ કર્તવ્ય કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati