Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1366

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1366

Language
Gujarati

1366

૦ છવ્વીસમું અધ્યયન કહ્યું. હવે સત્તાવીશમું કહે છે. તેને આ અભિસંબંધ છે – અનંતર અધ્યયનમાં સામાચારી કહી. તે અશઠપણે જ પાળવી શક્ય છે. તેના વિપક્ષરૂપ શઠતા જ્ઞાન અને તેના વિવેકથી જ આ જણાય છે, તે આશયથી દૃષ્ટાંત વડે શઠતા સ્વરૂપ નિરૂપણ દ્વારથી અઠશતા જ આના વડે જણાવી દે છે, તે સંબંધે આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગ દ્વાર પ્રરૂપણા પૂર્વવત્‌ યાવત્‌ નામ નિષ્પન્ન નિક્ષેપે ‘ખલુંકીય’ એ નામ છે, તેથી ‘ખલુંક’ શબ્દનો નિક્ષેપો કહે છે –

Linked texts (2)