Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1372

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1372

Language
Gujarati

1372

વિવેચન–૧૦૫૯
ધર્મમાં અસ્થિરને સ્થિર કરે છે તે સ્થવિર. ગણ - ગુણ સમૂહને ધારણ કરે છે - આત્મામાં અવસ્થાપિત કરે છે, તે ગણધર. ગાર્ગ્ય - ગર્ગ ગોત્રમાં થયેલ, મુનિ - સર્વસાવદ્ય વિરતિને જાણનાર, વિશારદ - સર્વ શાસ્ત્રોમાં કે સંગ્રહ-ઉપગ્રહમાં, આકીર્ણ - આચાર્યના ગુણોથી કે આચાર, શ્રુતસંપદા વડે વ્યાપ્ત. ગણિભાવ - આચાર્યપણામાં સ્થિત. સમાધિ - સમાધાન. તે બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય સમાધિ, જેના ઉપયોગથી સ્વાસ્થ્ય થાય છે. ભાવ સમાધિ તે જ્ઞાનાદિ, તેના ઉપયોગથી અનુપમ સ્વાસ્થ્ય યોગથી થાય. તેથી અહીં ભાવસમાધિ ગ્રહણ કરેલ છે. તેથી સમાધિ કર્મોદયથી ત્રુટિતને પણ તે શિષ્યો સંઘટ્ટ કરે છે. સમાધિને ધારણ કરીને આ શિષ્યોને ઉપદેશ કરે છે. તે કહે છે –

Linked texts (2)