Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1374

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1374

Language
Gujarati

1374

વિવેચન–૧૦૬૦
જેના વડે ભાર વહન કરાય તે ગાડું, તેમાં જોડેલ જાણવો. સમ્યક્‌ પ્રવર્તમાન, આગળ ખલુંકનું ગ્રહણ કરવાનું હોવાથી અહીં વિનીત બળ આદિ લીધા. વાહક અરણ્યને સુખપૂર્વક સ્વયં જ અતિક્રમે છે - પાર કરે છે. આ દૃષ્ટાંત છે. તેનો ઉપનય છે - સંયમ વ્યાપારમાં પ્રવર્તમાન આચાર્યાદિથી પ્રવર્ત્તકને સંસાર સ્વયં અતિક્રમિત થાય છે. આ યોગવહનની અશઠતા છે. તે જ પૂર્વે અધ્યયનના અર્થપણાથી ઉપવર્ણિત છે. તે ફળ કથન દ્વારથી આના વડે કહેલ છે, તેમ વિચારવું.
એ પ્રમાણે આ અશઠતાને સેવીને કઈ રીતે જ્ઞાનાદિ સમાધિ - વાળા શિષ્યો થાય, એ રીતે તેમના ગુણોને જણાવીને વિપક્ષે - X - શઠતા દોષો પણ કહેવા જોઈએ. તે કુશિષ્યના સ્વરૂપને જણાવીને જ બતાવવું શક્ય છે. તેના દોષદુષ્ટત્વને જણાવવા દૃષ્ટાંત વર્ણન કહે છે –

Linked texts (2)