Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1375

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1375

Language
Gujarati

1375

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૬૧ થી ૧૦૬૫ [૨૭/૧૦૬૧ થી ૧૦૬૫]
[૧૦૬૧] જે ખલુંક બળદોને જોતરે છે. તે તેમને મારતો એવો ક્લેશ પામે છે. અસમાધિનો અનુભવ કરે છે, અંતે તેનું ચાબૂક પણ તૂટી જાય છે.
[૧૦૬૨] તે ક્ષુબ્ધ થયેલો વાહક કોઈની પૂંછ કાપે છે, કોઈને વારંવાર વીંધે છે. તેમાંનો કોઈ બળદ સમિલા તોડી નાંખે છે. બીજો ઉન્માર્ગે ચાલવા લાગે છે.
[૧૦૬૩] કોઈ માર્ગના એક પડખે પડી જાય છે, કોઈ બેસી જાય છે. કોઈ સૂઈ જાય છે, કોઈ કૂદે છે, કોઈ ઉછળે છે, તો કોઈ શઠ તરુણ ગાયની પાછળ દોડે છે.
[૧૦૬૪] કોઈ માયાવી મસ્તક વડે પડે છે, ક્રોધિત થઈ પ્રતિપથે ચાલ્યો જાય છે. કોઈ મડદા જેવો પડી રહે છે, કોઈ વેગથી દોડવા લાગે છે.
[૧૦૬૫] કોઈ બળદ રાસને છેદી નાંખે છે, કોઈ દુર્દાન્ત યૂપને તોડી નાંખે છે અને સૂં-સૂં અવાજ કરીને વાહનને છોડીને ભાગી જાય છે.

Linked texts (1)